નેશનલ

ભારતની અર્થવ્યવસ્થા એ “ફ્રજાઈલ ફાઇવ” હતી આજે, દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક-કેન્દ્રિય મંત્રી મંત્રી હરદીપસિંહ પૂરી

કેન્દ્રિય બજેટ-2024-25 સંદર્ભે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરીજીએ આજરોજ પત્રકાર પરિષદને અમદાવાદમાં સંબોધન કર્યું હતું

હરદીપસિંહ પૂરીએ જણાવ્યુ કે, આજે મારુ સૌભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારનું 11મુ બજેટ અને કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનું 7મુ બજેટ રજૂ થયું છે તે સંદર્ભે આપ સૌની વચ્ચે આવીને ચર્ચા કરવાનો અવસર મળ્યો છે. મોદી જ્યારે વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યું ત્યારે ભારત દેશની અર્થવ્યવસ્થા 10 અથવા 11માં નંબર પર હતી ત્યારે કહેવાતું હતું ભારતની અર્થવ્યવસ્થા એ “ફ્રજાઈલ ફાઇવ” હતી આજે, દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક છે. આજે આપણી અર્થવ્યવસ્થાએ GDP ક્ષેત્રમાં 4 ટ્રિલિયન ડોલરની નજીક છે. હમણાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા 2027 સુધી 3જા સ્થાન પર પહોંચી જશે.

કેન્દ્રિય મંત્રી પૂરીએ વધુમાં જણાવ્યુ કે, બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારે સૌને કોઈ ના કોઈ અપેક્ષાઓ હોય છે, ત્યારે લોકો અનુમાનો કરે છે પરંતુ બજેટ અંતિમ વિશ્લેષણ છે. હું ચોક્કસ કહીશ કે મોદી સરકારના આ 11 બજેટ સુવ્યવસ્થિત સર્વસમાવેશી રજૂ ન થયા હોત તો આજે અર્થવ્યવસ્થા 5માં સ્થાને અને આજે ત્રીજા સ્થાન પર પહોંચવા જઈ રહી છે તે સંભવ બનવું મુશ્કેલ હતું. હું માનું છું કે આ ભૌતિક એકત્રીકરણ વાળું બજેટ એ ખાસ છે કારણ કે, જે રીતે ભારતે મહામારીનો સામનો કર્યો છે પ્રશંસનીય છે કારણ કે હજુ ઘણા દેશો છે જે બહાર નથી નીકળી શક્યા. મોદી સરકારે 220 કરોડથી વધારે વેક્સિનના ડોઝ બનાવ્યા અને મફતમાં દરેક દેશવાસીઓને આપ્યા છે.

આ પણ વાંચો ; અખિલેશ યાદવની જાહેરાત, સરકારમાં આવતા ચોવીસ કલાકમાં Agniveer યોજના રદ કરીશું

 કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરીએ જણાવ્યુ કે, આજે ભારતનું GDP પણ આગળ વધી રહ્યું છે, વિશ્વભરમાં રેંકિંગ પણ વધી રહી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આવનાર સમય ભારતનો સુવર્ણ સમય હશે. ભારતમાં વિશ્વની તુલનામાં પેટ્રોલ ડીઝલના ભાવ સૌથી ઓછા થયા છે. ઉપલબ્ધતા અને સુલભતા બંને સ્થિરતા ત્રણેય મહત્વના છે. વિપક્ષ કઈક અલગ જ વાતો કરે છે કે તમે માત્ર બે રાજ્યોને જ લાભ આપ્યા છે. કોઈક એમને પૂછો કે "રાજ્ય પુનર્ગઠન અધિનિયમ" વખતે કોની સરકાર હતી દિલ્લીમાં હતી. રજૂ થયેલ બજેટ એ "ફર્સ્ટ ક્લાસ" બજેટ છે. મોદી સરકારે દેશના તમામ નાગરિકો માટેની સુવ્યવસ્થિત યોજનાઓ બનાવી છે અને પ્રજા સુધી પહોંચે છે જેમકે, હમણાં જ મહિલાઓને લોકસભા તેમજ વિધાનસભામાં 33% આરક્ષિત કરવામાં આવી છે. માત્ર શહેરી વિકાસ જ નહીં મોદી સરકારે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પણ 2.66 લાખ કરોડ તેમજ મુદ્રા લોનમાં વધારો કરી 10 લાખની જગ્યાએ 20 લાખ કરવામાં આવી આવી ઘણી બધી યોજનાઓમાં વધારો કરવામાં આવ્યો છે ઘણી નવી યોજનાઓ પણ પ્રજા સુધી પહોંચાડવા માટે ભાજપની સરકાર કટિબદ્ધ છે

આ તકે રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદેશ મુખ્ય પ્રવકતા યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનરડૉ.યજ્ઞેશભાઈ દવે, ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker