Heatwave in UK: યુનાઇટેડ કિંગડમમાં હીટવેવની આગાહી, ભારતીય X યુઝર્સે મશ્કરી કરી, જાણો કેમ

સમગ્ર દેશમાં પડી રહેલી ભયંકર ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, દિલ્હી સહીત ઉત્તર-મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે, જેને કારણે લોકોના હાલ બેહાલ થઇ ગયા છે. દરમિયાન, એક અહેવાલ મુજબ, યુનાઇટેડ કિંગડમ (યુકે)માં પણ હીટવેવ(Heatwave in UK)ની આગાહી છે, અહેવાલ મુજબ જૂનના અંત સુધીમાં તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. યુકેના હવામાનની આ ચેતવણી ભારતીયોમાં મજાકનો વિષય બની ગઈ છે.
યુ.કે. ના એક ન્યુઝ આઉટલેટ મિરરે એક્સ પર લખ્યું કે “યુકેમાં આગામી 48-કલાક 26 ડિગ્રી સેલ્સિયસ સુધીની હીટવેવનો અનુભવ થશે, જેમાં ઇંગ્લેન્ડના પાંચ શહેરો સૌથી ગરમ હશે”. X પરની પોસ્ટમાં રિપોર્ટની લિંક પણ આપવામાં આવી છે. આ પોસ્ટ વાયરલ થઇ રહી છે અને તેના પર ઘણી કોમેન્ટ્સ આવી. ખાસ કરીને ભારતીય લોકો મજાક ઉડાવી રહ્યા છે. નોંધનીય છે કે 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભારતીયો માટે સામાન્ય છે.
Read more: China એ નેપાળમાં પોતાના નાગરિકોને ચેતવ્યા, કહ્યું ભારતીય સીમાથી દૂર રહે, સમજો ડ્રેગનનો પ્લાન
એક યુઝરે મજાકમાં લખ્યું, “મારું AC હાલમાં UK હીટવેવ લેવલ પર સેટ કરેલું છે.”
એક યુઝરે લખ્યું કે, “યુકેએ 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને હીટવેવ જાહેર કર્યું છે. આ લોકો ભારતમાં આવીને આપણી આબોહવામાં શાસન કેવી રીતે કરી શક્યા?”
ભારતીય હવામાન વિભાગ(IMD)ના ડેટા અનુસાર, દેશના 36 પેટા-વિભાગોમાંથી 14માં 1 માર્ચથી 9 જૂન સુધી 15 કરતાં વધુ હીટવેવના દિવસો (જ્યારે મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ અને સામાન્ય કરતાં 4.5 ડિગ્રી વધુ હોય છે) નોંધાયા છે. આસામ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ સહિત સમગ્ર દેશમાં ઘણા સ્થળોએ મે મહિનામાં હીટવેવનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનમાં પારો 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો અને દિલ્હી અને હરિયાણામાં આ નિશાનની નજીક પહોંચી ગયો હતો.