બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસનું વિઝા સેન્ટર આગામી આદેશ સુધી બંધ
પાડોશી દેશમાં અશાંતિના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો હતો, ત્યારબાદ હવે બાંગ્લાદેશમાં તમામ ભારતીય વિઝા અરજી કેન્દ્રો આગામી સૂચના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ભારતીય દૂતાવાસનો છે.આ નિર્ણય ભારતીય દૂતાવાસનો છે.
ભારતીય વિઝા માટે અરજી કરવા માટેના ઓનલાઈન પોર્ટલ પર હવે એક સંદેશ મૂકવામાં આવ્યો છે કે, “અસ્થિર પરિસ્થિતિને કારણે તમામ IVACs આગળની સૂચના સુધી બંધ રહેશે. અરજીની આગલી તારીખ SMS દ્વારા જણાવવામાં આવશે.
બાંગ્લાદેશમાં અસ્થિર પરિસ્થિતિ વચ્ચે નવી દિલ્હીએ બિનજરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારોને તેના હાઈ કમિશન અને કોન્સ્યુલેટમાંથી ભારત પરત બોલાવી લીધા હતા. જો કે, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓ હજુ પણ દેશમાં છે અને મિશન પર કામ કરી રહ્યા છે.
ભારતનું બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હાઈ કમિશન છે. એ ઉપરાંત ચિત્તાગોંગ, રાજશાહી, ખુલના અને સિલ્હેટમાં કોન્સ્યુલેટ છે. હિંસાને જોતા દૂતાવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. પાડોશી દેશની સ્થિતિ વિશે વાત કરતા વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે લગભગ 19 હજાર ભારતીયો બાંગ્લાદેશમાં છે, જેમાંથી 9 હજાર વિદ્યાર્થીઓ છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ હિંસા અને તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે ભારત પરત ફર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર ત્યાં રહેતા ભારતીય સમુદાયના સંપર્કમાં છે અને સરકાર બાંગ્લાદેશમાં રહેતા લઘુમતીઓની સ્થિતિ પર નજર રાખી રહી છે.
કોઈપણ દેશ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવામાં દૂતાવાસની ભૂમિકા મહત્વની હોય છે. વિશઅવના 121 દેશમાં ભારતે દૂતાવાસ ખોલ્યા છે. આ ઉપરાંત ભારતે વાણિજ્ય દૂતાવાસ પણ ખોલ્યા છે, જે અલગ અલગ દેશો સાથે વ્યાપારી સંબંધો સ્થાપિત કરવાનું અને તેને સાચવવાનું કામ કરે છે. .આ દૂતાવાસો વિદેશથી ભારત આવવા ઈચ્છતા વિદેશી નાગરિકોને વિઝા વગેરે આપવાનું કામ કરે છે.
Also Read –