નેશનલ

CAA મુદ્દે IUML સુપ્રીમને દ્વાર, નોટિફિકેશનના અમલ પર સ્ટે મૂકવાની માંગ, કહ્યું,’CAA ગેરબંધારણીય, મુસ્લિમો સામે ભેદભાવપૂર્ણ’

નવી દિલ્હી: CAA (નાગરિકતા સુધારો અધિનિયમ) અધિસુચના મામલે IUMLએ (Indian Union Muslim League) સુપ્રીમના દ્વાર ખખડાવ્યા છે. આ મુદ્દે IUML દ્વારા સુપ્રીમમાં અરજી દાખલ કરવામાં આવી છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે નોટિફિકેશનના અમલ પર સ્ટે મૂકવાની માંગ કરી છે. તેમણે CAAને ગેરબંધારણીય અને મુસ્લિમો સામે ભેદભાવવાળું ગણાવ્યું છે. IUML પ્રમાણે – અગાઉ, સરકારે સુપ્રીમ કોર્ટમાં પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ નિયમ તરત જ લાગુ કરવામાં આવશે નહીં કારણ કે તેને સૂચિત કરવામાં આવ્યું નથી. મુસ્લિમ લીગ દ્વારા કહેવામા આવ્યું છે કે CAA ભારતીય બંધારણની અનુચ્છેદ 14નું હનન કરે છે જે ધર્મના આધારે ભેદભાવ નહીં કરવાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેવામાં ડેમોક્રેટિક યુથ ફ્રન્ટ ઑફ ઇન્ડિયા પણ CAAની બંધારણીય માન્યતાને પડકારતી તેની પેન્ડિંગ અરજી પર સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણીની માંગ કરી શકે છે.

જાણો શા માટે થઈ રહ્યો છે વિરોધ?

CAA કાયદા હેઠળ, ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારત આવતા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. CAAમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ છે. મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો તેમની સાથે ભેદભાવ કરે છે, જે દેશના બંધારણનું ઉલ્લંઘન છે.

CAA મુદ્દે IUMLની સુપ્રીમમાં દલીલ

CAA ગેરબંધારણીય, ભેદભાવપૂર્ણ, મનસ્વી, ગેરકાયદેસર છે, કારણ કે તે મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને બાકાત રાખે છે અને માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી અને જૈનોને નાગરિકતા આપે છે. આ એક કાયદો છે જે એક ચોક્કસ સમૂહને બાકાત રાખે છે. ધાર્મિક ઓળખ પર આધારિત કોઈપણ વર્ગીકરણ ભારતીય બંધારણની કલમ 14 અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.

કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી લગભગ 250 પડતર અરજીઓ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી CAA નિયમોના અમલીકરણ પર રોક લગાવો. સરકારે 4 વર્ષથી તેનો અમલ કરવાનું મહત્વનું ગણ્યું નથી.
જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ તેની માન્યતા અંગે ચુકાદો ન આપે ત્યાં સુધી તેને અમલમાં મુકવા દો નહીં.


CAA ની કલમ 5 ખોટી રીતે વ્યક્તિઓની ચોક્કસ સીરિઝ બનાવે છે જેઓ ભારતના નાગરિક તરીકે નોંધણી કરવા પાત્ર છે. ભારતીય મૂળના મુસ્લિમોને નોંધણીની આ ઝડપી પ્રક્રિયાનો લાભ મળતો નથી. આ સ્પષ્ટપણે મનમાનમી વાળું છે અને તેથી તેને રદ થવો જોઈએ.


બંધારણની પ્રસ્તાવનામાં એવી કલ્પના કરવામાં આવી છે કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને તેથી પસાર કરવામાં આવેલ કોઈપણ કાયદો બિનસાંપ્રદાયિક હોવો જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…