ભારતીય યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીઓના કર્મચારીઓમાં 6,700 કર્મચારીઓનો ચોખ્ખો ઘટાડો…
નવી દિલ્હી : ગયા વર્ષે ઓગસ્ટથી આ વર્ષના ઓગસ્ટ વચ્ચે ભારતીય યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીઓના કર્મચારીઓમાં 6,700 કર્મચારીઓનો ચોખ્ખો ઘટાડો થયો છે. એકંદરે, 116 ભારતીય યુનિકોર્ન કંપનીઓએ ગયા વર્ષે ઓગસ્ટમાં 4,17,561 લોકોને નોકરીએ રાખ્યા હતા અને આ વર્ષે ઓગસ્ટમાં તે ઘટીને 4,10,829 થઈ ગયા હતા.
આ પણ વાંચો : Parliament ધક્કાકાંડમાં ઘાયલ ભાજપના બે સાંસદને હોસ્પિટલમાંથી રજા અપાઈ
આ સદંર્ભે હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર તમામ મોટા સ્ટાર્ટઅપ હબમાં, દિલ્હી-એનસીઆરની કંપનીઓએ ઓગસ્ટ 2023 થી ઓગસ્ટ 2024 દરમિયાન તેમની કુલ હેડકાઉન્ટમાં સૌથી વધુ વધારો જોયો છે. પોલિસીબઝાર, બ્લિંકઆઈટ અને ઝોમેટો જેવી દિલ્હી-એનસીઆર કંપનીઓએ સૌથી વધુ ભરતી કરી છે. પ્રાઈવેટ સર્કલએ મુંબઈ ક્ષેત્રમાં દિલ્હી અને થાણેના નેશનલ કેપિટલ રિજનની યુનિકોર્ન કંપનીઓનો સમાવેશ કર્યો છે.
આ પછી ચેન્નાઈની યુનિકોર્ન કંપનીઓએ સૌથી વધુ કર્મચારીઓની ભરતી કરી છે. ત્યારબાદ બેંગલુરુ આવે છે.
તેનાથી વિપરીત, મુંબઈની યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીઓના કુલ કર્મચારીઓમાં 7,024 કર્મચારીઓનો ચોખ્ખો ઘટાડો જોવા મળ્યો હતો. પુણે અને હૈદરાબાદની કંપનીઓએ પણ તેમના કુલ કાર્યબળમાં ઘટાડો નોંધાવ્યો છે.
ગયા વર્ષે ઓગસ્ટ અને આ વર્ષના ઓગસ્ટ વચ્ચે, 116 ભારતીય યુનિકોર્ન કંપનીઓમાં સરેરાશ એટ્રિશન રેટ 4.5 ટકા હતો.
આ પણ વાંચો : શું એલોન મસ્ક બની શકે છે અમેરિકના રાષ્ટ્રપતિ? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખુલાસો
આ વર્ષે માર્ચથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સમાં ભરતીમાં વધારો થયો હતો અને તે મહિને મહત્તમ 42,000 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જે કોઈપણ મહિનામાં સૌથી મોટી ભરતી હતી. બીજી તરફ, સપ્ટેમ્બર 2023માં સૌથી વધુ 39,000 કર્મચારીઓએ યુનિકોર્ન છોડી
દીધું હતું.