
નવી દિલ્હી: ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં નિકાસમાં 9.7 ટકાનો ઘટાડો થયો છે. વર્ષની શરૂઆતમાં મિડરેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા નવા ફોન લોન્ચ થયા હોવા છતાં એક્સપોર્ટમાં ઘટાડો ચિંતાનો વિષય હોવાનું નિષ્ણાતો માને છે.
Also read : સાવધાન ! એક જ કોલમાં બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી, UPI એ આપી ચેતવણી
ભારતીય સ્માર્ટફોન બજાર હવે એકાએક મંદીનો સામનો કરી રહ્યું છે. આ વર્ષે જાન્યુઆરી દરમિયાન નિકાસમાં વાર્ષિક ધોરણે 9.7 ટકાનો ઘટાડો થયો છે. આઈડીસી અનુસાર 2025ના પહેલા મહિનામાં માત્ર 1.11 કરોડ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી. મિડ રેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં નવા ફોન લોન્ચ થયા હોવા છતાં ગ્રાહક માગ નબળી રહી છે અને તેના કારણે જ નિકાસમાં ઘટાડો થયો છે.
આઈડીસીના રિપોર્ટ અનુસાર આ વર્ષની શરૂઆતમાં મિડ-રેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટમાં ઘણા નવા ફોન લોન્ચ થયા હોવા છતાં નિકાસમાં 9.7 ટકાનો ઘટાડો થયો છે. નબળી ગ્રાહક માંગ વચ્ચે સરપ્લસ ઉત્પાદનને કારણે સ્માર્ટફોન નિકાસના સંદર્ભમાં માર્કેટ જાન્યુઆરી 2024ના સ્તર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે.
Also read : METAનાં 3,000 કર્મચારીઓની છટણી થશે! આ કારણે કંપનીએ લીધો નિર્ણય
2024ના ચોથા ક્વાર્ટરમાં પણ સ્માર્ટફોન માર્કેટમાં નબળો ગ્રોથ જોવા મળ્યો હતો. શિપમેન્ટ 3 ટકા ઘટીને 3.6 કરોડ યુનિટ રહ્યું હતુ. જોકે બજારના ઘટાડા છતાં એપલે વિકાસની અવિરત ગતિ ચાલુ રાખી છે. એપલના વાષક ધોરણે 11.7 ટકાના ગ્રોથ સિવાય ઓપ્પોએ પણ 5.9 ટકાનો વૃદ્ધિદર નોંધ્યો હતો. એપલ 11.4 ટકા બજાર હિસ્સા સાથે ટોચની પાંચ બ્રાન્ડમાં સ્થાન ધરાવે છે.