‘ગજરાજ’ને બચાવવા ઈન્ડિયન રેલવે અજમાવશે આ ટેક્નિક
નવી દિલ્હીઃ દેશમાં બુલેટ ટ્રેન દોડાવવા અંગે રેલવે મંત્રાલય સાથે વડા પ્રધાન ઓફિસ (પીએમઓ) કચેરીવતીથી યુદ્ધના ધોરણે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ એની વચ્ચે વધતા અકસ્માતોને સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા કરી રહ્યા છે. એની વચ્ચે અમુક રાજ્યમાં જાનવરોની સાથે હાથીઓની ટ્રેન સાથે ટક્કરને કારણે રેલવે મંત્રાલય પર ગંભીર સવાલો ઊભા થયા છે, ત્યારે તાજેતરમાં રેલવેએ નવી ટેક્નોલોજીનો વિકાસ કર્યો હોવાનું રેલવે પ્રધાને જણાવ્યું હતું.
ટ્રેન સુરક્ષા પ્રણાલી કવચની સાથે વન વિસ્તારમાં હાથીઓને ટ્રેનથી થનારા અકસ્માતોથી બચાવવા માટે એક ટેક્નિકનું નિર્માણ કર્યું છે. દેશમાં લગભગ 700 કિલોમીટરથી વધુ કોરિડોરમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં આસામ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, ઝારખંડ, છત્તીસગઢ, તમિલનાડુ અને ઉતરાખંડ વગેરે રાજ્યને કવર કરી લેવામાં આવશે. ગજરાજ ટેક્નિકમાં ઓએફસી લાઈનમાં સેન્સરની મદદથી કામ કરશે. આ સેન્સરના સહારે 200 ફૂટ દૂરથી હાથીઓની ફૂટપ્રિન્ટના તરંગોને જાણીને એન્જિનમાં લોકોપાઈલટને એલર્ટ કરીને સતર્ક કરશે. આ ટેક્નિકને પણ ‘ગજરાજ’નું નામ રાખવાનું જણાવ્યું છે.
અનેક ઉપકરણોને એક કરવાની ટેક્નિક છે. સ્ટેશન કવચ, લોકો કવચ, કવચ ટાવર્સ, ઓપ્ટિકલ ફાઈબર કેબલ (ઓએફસી), વાયરલેસ લોકો ટાવર, ટ્રેક ઉપકરણ, સિગ્નલ વગેરે કવચ સિસ્ટમમાં આવે છે. આ પ્રણાલીમાં સુરક્ષા અને ટેલિકોમ્યુનિકેશન એમ બે ફેઝમાં રાખી છે.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે નવી ગજરાજ ટેક્નિકને કારણે ટ્રેક પર હાથીઓ સાથે થનારા અકસ્માતનું પ્રમાણ ઘટશે. સરકારી આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે ટ્રેનની ટક્કરથી સરેરાશ 20 હાથીના મોત થાય છે.
બુલેટ ટ્રેન માટે પણ રેલવે પ્રધાને આપ્યા મોટા સમાચાર
મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના પ્રોજેક્ટનું કામકાજ મહત્ત્વના તબક્કામાં ચાલી રહ્યું છે. દેશમાં લાંબા સમયથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે અનેક એજન્સી કામ કરી રહી છે. બુલેટ ટ્રેનના ટ્રેકનું કામકાજ ઓગસ્ટ 2026માં પૂરું થશે, એવો રેલવે પ્રધાને દાવો કર્યો હતો. આ ઉપરાંત, દેશમાં કોરોના મહામારી પૂર્વેની તુલનામાં મેલ-એક્સપ્રેસ ટ્રેનની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. 1,768 મેલ-એક્સપ્રેસમાંથી સંખ્યા વધીને 2,124 થઈ છે, જ્યારે સબર્બન સેક્શનમાં 5,626 લોકલ ટ્રેનની સંખ્યા વધારીને 5,774 થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.