Indian Railwayમાં પ્રવાસ કરનારાઓ માટે મહત્ત્વની માહિતી, જાણી લેશો ફાયદામાં રહેશો… | મુંબઈ સમાચાર

Indian Railwayમાં પ્રવાસ કરનારાઓ માટે મહત્ત્વની માહિતી, જાણી લેશો ફાયદામાં રહેશો…

ભારતીય રેલવે (Indian Railway)માં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ મોટી છે. જો તમે પણ લાંબા અંતરની મુસાફરી કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે, એટલે ખાસ છેલ્લે સુધી વાંચી લેશો તો ફાયદામાં રહેશો.

લાંબા અંતરની મુસાફરી કરનારા જે પ્રવાસીઓ ઘરેથી ફૂડ નથી લાવી શકતાં તેઓ ટ્રેનની પેન્ટ્રી કે પછી બહારના ભોજન પર આધાર રાખે છે. આ સમાચાર આવા લોકો માટે છે. રેલવે મંત્રાલય દ્વારા એક્સ એકાઉન્ટ પર આ બાબતની માહિતી આપતી પોસ્ટ શેર કરવામાં આવી છે. આવો જોઈએ શું છે ખાસ આ પોસ્ટમાં…

આપણામાંથી અનેક લોકો ટ્રેનોમાં મુસાફરી કરે છે અને એમાંથી કેટલાક પ્રવાસીઓ ટ્રેનમાં રહેલી પેન્ટ્રી પરના ભોજન પર આધાર રાખે છે. આ સાથે જ એવા પ્રવાસીઓની સંખ્યા પણ મોટી છે જેમને રેલવે દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમતોની જાણકારી નથી હોતી અને અનેક વખત તેઓ ઓવરચાર્જિંગનો શિકાર બને છે.

આ પણ વાંચો: પહેલી જુલાઈથી બદલાઈ રહ્યા છે ભારતીય રેલવેના નિયમો! જાણો રિઝર્વેશન અને તત્કાલ બુકિંગના નવા ફેરફારો…

હવે રેલવે દ્વારા આ બાબતની માહિતી આપતી પોસ્ટ શેર કરવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટેશન પર મળતા વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત 70 રૂપિયા, જ્યારે ટ્રેનોમાં એની કિંમત 80 રૂપિયા છે. રેલવે મંત્રાલય દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વેજ મીલ સ્ટેન્ડર્ડ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ના મેનુમાં 150 ગ્રામ ભાત, 150 ગ્રામ ગાળ કે સાંભર, 80 ગ્રામ દહીં, 2 પરાઠા કે 4 રોટલી (100 ગ્રામ), શાક (100 ગ્રામ) અને 12 ગ્રામ અથાણાનું પેકેટ આપવામાં આવે છે.

જો પ્રવાસ દરમિયાન રેલવે સ્ટેશન પર કે ટ્રેનમાં વેજ મીલની કિંમત વધુ જણાવવામાં આવે કે તેના મેન્યુમાં રહેલી વસ્તુઓ કરતાં ઓછી વસ્તુઓ આપવામાં આવે તો તમે રેસ્ટોરન્ટ કે પેન્ટ્રી કર્મચારીઓને રેલવેનું આ ટ્વીટ દેખાડી શકો છો. જો તેમ છતાં કર્મચારી ના માને તો તમે રેલવેમાં એની ફરિયાદ પણ કરી શકો છો. આવા કિસ્સામાં તમે એક્સ પર કે હેલ્પલાઈન નંબર 139 પર કે પછી રેલવન નામની એપ કે રેલ મદદના માધ્યમથી ફરિયાદ પણ નોંધાવી શકો છો.

આ પણ વાંચો: ભારતીય રેલવેમાં 100 વર્ષ બાદ થશે મોટો ફેરફાર, બ્લૂપ્રિન્ટ તૈયાર…

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમની માહિતીમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાતે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button