
ગુવાહાટી: હવે ટૂંક જ સમયમાં પાડોશી દેશ ભૂટાન ટ્રેન દ્વારા મુસાફરી કરી શકશો. ભારતીય રેલ્વેએ આસામના કોકરાઝારથી ભૂટાનમાં ગેલેફુ સુધી રેલ્વે ટ્રેક નાખવા માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) પૂર્ણ કરી લીધો છે. ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલ્વે દ્વારા આ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. જેના પરિણામે ભારત અને ભૂટાન વચ્ચે પહેલી વાર રેલ સેવા જોડાણ સ્થાપિત થશે.
Also read : આ છે Indian Railwayનું સૌથીનું જૂનું રેલવે સ્ટેશન? તમે પણ આ સ્ટેશન પરથી…
રેલ્વે લાઇન માટે સર્વેની કામગિરી પૂર્ણ
પ્રાપ્ત વિગતો અનુસાર ભારત અને ભૂટાન વચ્ચે આંતરરાષ્ટ્રીય રેલ સેવા શરૂ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આસામના કોકરાઝાર અને ભૂટાનમાં ગેલેફુ વચ્ચેની રેલ્વે લાઇન માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મંજૂર થયા બાદ તેની કામગિરી શરૂ કરવામાં આવશે. નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ રેલ્વે લાઇન માટે સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ડીપીઆર મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.
Also read : હેં, Indian Railwayમાં આવેલા છે Sachin Tendulkar, Virat Kohliના નામના રેલવે સ્ટેશન!
3500 કરોડ રૂપિયાનો ખર્ચ
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી બંને દેશો વચ્ચે સંસ્કૃતિ, વેપાર અને પર્યટનને પ્રોત્સાહન મળશે. 69.04 કિલોમીટર લાંબા આ રેલ્વે લિંક પર લગભગ 3500 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ હેઠળ છ નવા રેલ્વે સ્ટેશનો બનાવવામાં આવશે. તેમાં બાલાજન, ગરુભાસા, રૂનીખતા, શાંતિપુર, દાદગીરી અને ગેલેફુનો સમાવેશ થાય છે. આ માળખામાં બે મહત્વપૂર્ણ પુલ, 29 મુખ્ય પુલ, 65 નાના પુલ, એક ઓવરબ્રિજ, 39 અંડરબ્રિજ અને 11 મીટર લંબાઈના બે વાયડક્ટનો સમાવેશ થાય છે.