ટોપ ન્યૂઝનેશનલ

Jharkhandમાં રેલવેના પાટાને બોમ્બથી ઉડાવી દેવાયો, 40 મીટર દૂર પડયો હિસ્સો

ગોડ્ડા : ઝારખંડમાં(Jharkhand)રેલવેના પાટાને બોમ્બથી ઉડાવી દેવાની ઘટના બની છે. જેમાં ઝારખંડના ગોડ્ડાના લાલમટિયાથી ફરાક્કા (પશ્ચિમ બંગાળ)માં એનટીપીસી સુધી કોલસાના પરિવહન માટે પાથરેલા MGR ટ્રેકને બરહેતના રંગા ગામમાં ઘુટુટોલા પાસે મંગળવારે રાત્રે અસામાજિક તત્વો દ્વારા બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે વહેલી સવારથી આ ટ્રેક પર કોલસાની હેરફેર કરતી માલગાડીઓનું પરિવહન ઠપ થઈ ગયું છે. આ વિસ્તારમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે. આ ઘટનામાં ષડયંત્રની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટ્રેક પાસે ઈલેક્ટ્રીક વાયર મળી આવ્યો

જ્યારે આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસને સ્થળ પરથી કેટલાક ઈલેક્ટ્રીક વાયર વગેરે મળી આવ્યા છે. બીજી બાજુ ઘટનાની માહિતી મળ્યા બાદ બરહડવા એસડીપીઓ ઉપરાંત ફરક્કા એનટીપીસીના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. નાઇટ ગાર્ડ ગોવિંદ સાવના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે લગભગ 11.59 વાગ્યે ખૂબ જ જોરદાર અવાજ આવ્યો હતો. જો કે તેમને લાગ્યું કે કોઈ ટ્રક વગેરેનું ટાયર બ્લાસ્ટ થયું હશે. આ ઘટના બાદ કોલસા વહન કરતી ઘણી માલગાડીઓ ફસાઈ ગઈ અને પરિવહન ઠપ થઈ ગયું છે.

ટ્રેકનો તૂટેલો ભાગ લગભગ 40 મીટર દૂર પડયો હતો

તેની બાદમાં વહેલી સવારે મુનશી મિત્તને તેમને આ ઘટનાની જાણ કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે કોઈએ MGR ટ્રેકને બોમ્બથી ઉડાવી દીધો હતો. ટ્રેકનો લગભગ 470 સેમીનો ભાગ તૂટી ગયો હતો અને સ્થળથી લગભગ 39 મીટર દૂર પડ્યો હતો. જે સ્પષ્ટ કરે છે કે બોમ્બ શક્તિશાળી હતો. આ માહિતી બાદ સવારથી આ ટ્રેક પર કોલસાની હેરફેર બંધ કરી દેવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત