નેશનલ

Good News: RAC ટિકિટવાળા પ્રવાસીઓને મળશે હવેથી ‘આ’ સુવિધા

નવી દિલ્હીઃ લાંબા અંતરની મેલ-એકસપ્રેસ ટ્રેનમાં ઓવરબુકિંગને કારણે પ્રવાસીઓને અમુક સંજોગોમાં આરએસી (Reservation Against Cancellation)માં મુસાફરી કરવાની નોબત આવતી હતી. મેલ-એક્સપ્રેસ ટ્રેનની રિઝર્વેશનની ટિકિટ હોવા છતાં સંપૂર્ણ ટિકિટ કન્ફર્મ નહીં થતા પ્રવાસીને હાફ બર્થમાં મુસાફરી કરવી પડતી હતી. એસી (એર કન્ડિશન્ડ કોચ)ના પ્રવાસીઓને હાફ બર્થમાં ફુલ બેડરોલ પણ મળતા નહોતા, પરંતુ હવેથી એસી કોચમાં પ્રવાસીઓને ફુલ બેડરોલની સુવિધા મળશે.

આ પણ વાંચો: અમદાવાદ રેલવે સ્ટેશન પર ટિકિટ માટે નહિ લાગે લાંબી લાઇન; રેલવેએ આપી નવી સુવિધા

આરએસીના પ્રવાસીઓને મળશે સુવિધા
ભારતીય રેલવેએ આરએસીના ટિકિટવાા પ્રવાસીઓને મોટી ભેટ આપી છે. રેલવેએ આરએસીના નિયમોમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધીમાં પ્રવાસીઓની સાઈડ લોઅર બર્થની અડધી સીટ મળતી હતી, જ્યારે બીજા પ્રવાસી સાથે સીટ શેર કરવી પડતી હતી, પરંતુ હવે પ્રવાસીઓને પૂરી એક સીટ અને બેડરોલનો પૂરો સેટ મળશે. અગાઉ પ્રવાસીઓને સિંગલ બેડરોલ મળતો હતો, પરંતુ

જૂના નિયમમાં કર્યો રેલવેએ ફેરફાર
રેલવેના નવા નિયમો અન્વયે એવા પ્રવાસીઓને મદદ મળશે, જે ટિકિટ માટે પૈસા તો પૂરા આપતા હતા, પરંતુ અડધી સીટ મળતી હતી. રેલવેના નવા નિયમ મુજબ આરએસીના પ્રવાસીઓને પેકેટ બંધ બેડરોલ ઉપલ્બધ કરવામાં આવશે, જેમાં પ્રવાસીઓને બે બેડશીટ, કંબલ, એક તકિયો અને નેપ્કિનનો સમાવેશ થશે. અત્યાર સુધીમાં આરએસી ટિકિટવાળા પ્રવાસીઓને સાઈડ લોઅર બર્થની અડધી સીટ મળતી, પરંતુ હવે એમાં સરકારે ફેરફાર કર્યો છે.

આરએસી એટલે શું?
આરએસીનું ફુલ ફોર્મ રિઝર્વેશન અગેનસ્ટ કેન્સલેશન છે. એનો અર્થ એ છે કે જ્યારે સામેની વ્યક્તિ તેની ટિકિટ રદ્દ કરે ત્યારે એ ટિકિટ કન્ફર્મ થશે. જોકે, આરએસીની ટિકિટમાં પ્રવાસીને એક સીટમાં બે બેઠક હોય છે, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે આરએસી ટિકિટવાળા પ્રવાસીને ફૂલ સીટ મળશે. એસી કોચ સિવાય સ્લીપર કોચમાં આરએસીની સીટમાં ફક્ત સાઈડ લોઅર બર્થ જ હોય છે, જેમાં સાત કોચમાં સાત સીટ આરએસી હોય છે, જેમાં 14 પ્રવાસી ટ્રાવેલ કરે છે. જો, આરએસી સીટવાળો પ્રવાસી પોતાની ટિકિટ રદ્દ કરે તો સામેવાળાની સીટ પૂરી મળે છે.

આરએસી સિવાય વેઈટિંગમાં પ્રવાસ નહીં કરી શકો
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ફક્ત આરએસીમાં ટ્રાવેલ કરી શકો છે. જો તમારી ટિકિટના સ્ટેટસમાં વેઈટિંગ ટિકિટ હોય તો તમે રિઝર્વેશનના કોચમાં ટ્રાવેલ કરી શકતા નથી. આ સંજોગોમાં તમે જનરલ કોચમાં મુસાફરી કરવાની રહે છે. રેલવે બોર્ડે આ નિયમમાં 2023માં સુધારો કરવામાં આવ્યો હતો, પરંતુ અમલ કરવા મુદ્દે તાજેતરમાં જાહેરાત કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button