છેલ્લા એક વર્ષમાં ભારતીય રેલ્વેએ આપી આટલી નોકરી
નવી દિલ્હી: રેલ્વેના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ભારતીય રેલ્વે દ્વારા 1.5 લાખ નોકરીઓ આપવામાં આવી છે. છેલ્લા 9 વર્ષોમાં વિવિધ કેટેગરીમાં જેવા કે સહાયક લોકો પાઇલટ, સ્ટેશન માસ્ટર, ટ્રેન મેનેજર, જુનિયર એન્જિનિયર, ટેકનિશિયન, કોમર્શિયલ ક્લાર્ક, ટ્રેક મેઇન્ટેનર, પોઇન્ટ્સમેન વગેરે પાદો પર રેકોર્ડ ભરતી કરવામાં આવી છે. નવા ભરતી કરાયેલા કર્મચારીઓને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા વિવિધ વિભાગોમાં તૈનાત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે 2004-2014ના સમયગાળા દરમિયાન આશરે 4.11 લાખ ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી, જે દર વર્ષે સરેરાશ 41,000 ભરતી છે. એ જ રીતે, 2014 થી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન, 5 લાખ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. કોવિડ સમયગાળાને પણ ધ્યાનમાં રાખીને, સરેરાશ 50,000 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. અન્યથા પ્રવેશ મેળવનાર ઉમેદવારોનો સરેરાશ આંકડો 62,000 હશે.
બીજી મોટી સિદ્ધિ કમ્પ્યુટર આધારિત કસોટી/ઓનલાઈન પરીક્ષા દ્વારા વિશ્વની સૌથી મોટી ભરતી ઝુંબેશ હાથ ધરવી છે, જે ડિસેમ્બર 2020 થી જુલાઈ 2021 વચ્ચે હાથ ધરવામાં આવી હતી. નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) અને RRC (ગ્રુપ ડી) પરીક્ષાઓનો સમાવેશ કરતી આ પરીક્ષાઓ ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક રીતે મોટા પાયે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. લગભગ 2.37 કરોડ ઉમેદવારોએ 400 થી વધુ શહેરોમાં 232 શિફ્ટમાં 1277 પરીક્ષા કેન્દ્રો સાથે આયોજિત પરીક્ષામાં હાજરી આપી હતી. આ પરીક્ષા 15 ભાષાઓમાં લેવામાં આવી હતી.
સરેરાશ, 1 કિમીના ટ્રેકના બાંધકામ માટે વાર્ષિક અંદાજે 33,000 શ્રમ દિવસ રોજગારી ઉત્પન્ન કરે છે.
ભારતીય રેલ્વે પર છેલ્લા એક વર્ષમાં 5,600 કિમીનો ટ્રેક બનાવવામાં આવ્યો છે. આથી, પ્રતિદિન ઉત્પન્ન થયેલા કુલ શ્રમ દિવસ 5 લાખ (5,06,301) કરતાં વધુ છે. આ ઉપરાંત, ભારતીય રેલ્વે મોટા પાયા પર OHE, સિગ્નલિંગ, ઉત્પાદન એકમો અને જાહેર ક્ષેત્રના એકમો, સ્ટેશન પુનઃવિકાસના કામો જેવા માળખાકીય કામો હાથ ધરી રહી છે, જેનાથી રોજગારીની તકો પણ ઊભી થઈ છે. આનાથી એક વર્ષમાં લગભગ 10 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થયું છે.
રેલ્વેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામોની અર્થવ્યવસ્થા પર સરેરાશ 3.5 ગણી અસર પડે છે. આ વિવિધ ક્ષેત્રોમાં 10 લાખ x 3.5 = 35 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન કરી રહ્યું છે.
નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ. 2.6 લાખ કરોડની મૂડી ફાળવણીની જોગવાઈ કરવામાં આવી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ મૂડી ખર્ચ છે.
1,02,881 કરોડ (સપ્ટેમ્બર 2022 સુધીમાં BGના 43%)ની સરખામણીમાં સપ્ટેમ્બર 2023 સુધીમાં ખર્ચ રૂ. 1,50,444 કરોડ (bgના 58%) છે, એટલે કે પાછલા વર્ષની સરખામણીમાં 46%નો વધારો છે. આનાથી ભારતીય રેલ્વેમાં રોજગારી ઉત્પન્ન કરવામાં પણ મદદ મળી છે.