નવી દિલ્હીઃ કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Railway Minster Ahswini Vaishnaw) દ્વારા વરિષ્ઠ નાગરિકોને ભારતીય રેલવેમાં આપવામાં આવતી ખાસ સુવિધા (Indian Railway Gives Sepcial Discount To Senior Citizen) અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી પહેલાં ભારતીય રેલવેમાં સિનિયર સિટિઝનોને ટિકિટમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવતુ હતું. પરંતુ કોરોનામાં આ ડિસ્કાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે રેલવે પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડિસ્કાઉન્ટ ફરી એક શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.
ચાર વર્ષ બાદ આખરે સરકાર દ્વારા રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને ટિકિટ ભાડામાં આપવામાં આવતી છુટને ફરી શરૂ કરવા માટે હિલચાલ કરવામાં આવી રહી છે. જો આવું થાય છે તો એ મોદી 3.0 સરકાર દ્વારા સિનિયર સિટિઝન મળનારી સૌથી મોટી ભેટ હશે.
આ પણ વાંચો: બુલેટ ટ્રેનનું ભાડું કેટલું હશે, કામ ક્યાં સુધી પહોંચ્યું? રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવી આ વિગત
એક અખબારમાં છપાયેલા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદી 3.0 સરકાર (Modi 3.0 Government)માં સિનિયર સિટીઝનોને રેલવેના ટિકિટભાડામાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ ચાર વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી શકે છે. સમચારમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે શરૂઆતના તબક્કામાં એસી કોચને બદલે સ્લીપર ક્લાસમાં જ આ ડિસ્કાઉન્ટ આપવા અંગે વિચારણા કરાઈ રહી છે.
મહત્ત્વની વાત એટલે રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી આ છૂટ એવા જ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે કે જેઓ આ છુટ મેળવવા માંગતા હશે. પહેલાંની જેમ ઉંમર લખાવતા જ રેલવે દ્વારા સામેથી વરિષ્ઠ નાગરિકોને ડિસ્કાઉન્ટ નહીં આપવામાં આવે. પરિણામે વરિષ્ઠ નાગરિકોએ ટિકિટ બુક કરાવતી વખતે રિઝર્વેશન ફોર્મની ડિસ્કાઉન્ટવાળી કોલમ ભરવી પડશે, તો જ તેઓ ડિસ્કાઉન્ટ માટે એલિજેબલ ગણાશે.
આ પણ વાંચો: આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાંથી મેમરી ચિપ બનાવવાનું શરૂ થશે: અશ્વિની વૈષ્ણવની જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પહેલાં રેલવે દ્વારા 60 વર્ષથી ઉપરના પુરુષોને ટિકિટ ભાડામાં 40 ટકાની અને 58 વર્ષથી ઉપરની મહિલાઓને 50 ટકા છુટ આપવામાં આવતી હતી. 2020માં કોરોના મહામારી દરમિયાન આ ડિસ્કાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને સંસદમાં આના પર સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા. જેના જવાબમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રવાસીઓને પહેલાંથી જ 59,837 કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવે છે. રેલવે દ્વારા એક પ્રવાસી પર 110 રૂપિયાનો ખર્ચ આવે છે, જ્યારે પ્રવાસી પાસેથી 45 રૂપિયા જ લેવામાં આવે છે એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.