નેશનલ

Railway Reservation: રેલવે ટિકિટના એડવાન્સ બુકિંગના નિયમો થયો મોટો બદલાવ, હવે આટલા દિવસ પૂર્વે કરાવી શકશો બુકિંગ

નવી દિલ્હી : ભારતીય રેલવેએ રેલવે ટિકિટના એડવાન્સ બુકિંગ અંગેનો નવો નિયમ 1 નવેમ્બર 2024થી અમલમાં મૂક્યો છે. જેમાં હવે 60 દિવસ પહેલા ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો. ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના(Railway Reservation)નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે માત્ર 60 દિવસ (બે મહિના) અગાઉથી જ રિઝર્વેશન કરાવી શકશો. અત્યાર સુધી 120 દિવસ પહેલા રિઝર્વેશન કરાવવાની સુવિધા મળતી હતી.

નવો નિયમ પહેલાથી બુક થયેલી ટિકિટ પર લાગુ થશે નહીં. 31 ઓક્ટોબર 2024 સુધી 120 દિવસના એડવાન્સ રિઝર્વેશન સમયગાળા હેઠળ બુક કરવામાં આવેલી ટિકિટો માન્ય રહેશે. નવા આરક્ષણ સમયગાળા હેઠળ, 60 દિવસથી વધુના બુકિંગ પર કેન્સલેશનની સુવિધા ઉપલબ્ધ થશે. તાજ એક્સપ્રેસ અને ગોમતી એક્સપ્રેસ જેવી કેટલીક દિવસની એક્સપ્રેસ ટ્રેનો માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જેમાં પહેલાથી જ ટૂંકા આરક્ષણ સમયગાળો છે. વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Also read: ઇંગ્લેન્ડનાં આ ક્રિકેટરના ઘરે ખાતર પડ્યું, લોકોને ચોરાયેલી વસ્તુ શોધવા…

મુસાફરોની અગવડતા ઘટાડવા નિર્ણય

રેલ્વે મંત્રાલય અનુસાર, નવા નિયમોની પહેલાથી બુક કરાયેલી ટિકિટ પર કોઈ અસર નહીં થાય. ટ્રેન ટિકિટ બુકિંગ IRCTC વેબસાઇટ, એપ અને રેલવે બુકિંગ કાઉન્ટર દ્વારા કરવામાં આવે છે. રેલ્વેનું કહેવું છે કે આ નિર્ણય વધતા કેન્સલેશન અને મુસાફરોની અગવડતા ઘટાડવાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રેલવેએ કહ્યું કે, 120 દિવસનો એડવાન્સ રિઝર્વેશન સમયગાળો ઘણો લાંબો હતો.

13 ટકા લોકો 120 દિવસ અગાઉથી ટિકિટ બુક કરાવતા

આ સમયગાળા દરમિયાન બુક કરવામાં આવેલી લગભગ 21 ટકા ટિકિટો રદ કરવામાં આવી છે. જ્યારે 4 થી 5 ટકા લોકો બિલકુલ મુસાફરી કરતા નથી. એવા ઘણા કિસ્સા હતા જેમાં મુસાફરોએ તેમની ટિકિટ કેન્સલ કરાવી ન હતી. જેના કારણે છેતરપિંડી થવાની સંભાવના રહે છે અને જરૂરિયાતમંદો ટિકિટ માટે અગવડતા અનુભવતા હતા. રેલ્વે અનુસાર, માત્ર 13 ટકા લોકો 120 દિવસ અગાઉથી ટ્રેનની ટિકિટ બુક કરાવતા હતા. જ્યારે મોટાભાગની ટિકિટો મુસાફરીના 45 દિવસમાં બુક થઈ ગઈ હતી.

Also read: “સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઈનની સ્થાપના થવી જોઈએ”, ભારતે UNSCમાં શાંતિ…

ટિકિટ બુકિંગના નિયમો શું છે ?

ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગની અવધિ સમયાંતરે બદલાતી રહે છે. અત્યાર સુધીના નિયમો અનુસાર ટ્રેનની ટિકિટ મુસાફરીના ચાર મહિના પહેલા એડવાન્સ બુક કરાવી શકાતી હતી. 25 માર્ચ 2015ના રોજ રેલવે મંત્રાલયે બુકિંગનો સમયગાળો 60 દિવસથી વધારીને 120 દિવસ કરી દીધો હતો. રેલ્વેએ સમય મર્યાદા વધારતી વખતે એવી દલીલ કરી હતી કે મુદત લંબાવવાથી દલાલો નિરાશ થશે અને તેઓએ ઉચ્ચ કેન્સલેશન ચાર્જ પણ ચૂકવવો પડશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button