નેશનલ

Indian Railwayની વીઆઈપી લાઉન્જમાં ભોજનમાંથી મળ્યો જીવતો કાનખજૂરો, IRCTCએ કહ્યું…

ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાનું સૌથી વ્યસ્ત અને મોટું કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. પરંતુ હાલમાં ઈન્ડિયન રેલવેના એક વીઆઈપી લાઉન્જમાં ભોજન કરતી વથતે પ્રવાસીને જે અનુભવ થયો એ ખરેખર ખૂબ જ ભયાનક હતો. આ ઘટનાનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ આખરે એવું તે શું થયું-
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્યાંશ નામના એક પ્રવાસીએ પોતાનો અનુભવ શેર કર્યો છે. આર્યાંશ એક વીઆઈપી લાઉન્જમાં પીરસવામાં આવેલા ભોજનમાં જીવતો કાનખજૂરો મળી આવ્યો હતો. આર્યાંશે આ પોસ્ટ શેર કરીને મજાકિયા અંદાજમાં લખ્યું છે કે હવે તો રાયતો પણ પ્રોટીનથી ભરપૂર આવવા લાગ્યો છે. રેલવેની વીઆઈપી લાઉન્જમાં આઈઆરસીટીસી (IRCTC) દ્વારા કિચન ચલાવવામાં આવે છે. આ ઘટના બાદથી જ નાગરિકોને રેલવેમાં પીરસવામાં આવતા ભોજનની હાઈજિન બાબતે ચિંતા સતાવી રહી છે.

આર્યાંશે પોતાના ભોજનમાં મળેલાં કાનખજૂરો હોવાની વાત આસપાસ ભોજન કરી રહેલાં પ્રવાસીઓને તરત જ ચેતવણી આપી હતી, પરંતુ ચોંકાવનારી વાત તો એ હતી કે આર્યાંશની ચેતવણી બાદ પણ લોકોએ ખાવાનું ચાલુ જ રાખ્યું હતું. પરંતુ સોશિયલ મીડિયા પર આર્યાંશે કરેલી પોસ્ટે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. નેટિઝન્સ આ ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો તેને આ બાબતે ફરિયાદ કરવાની સલાહ પણ આપી હતી.

આ પણ વાંચો : જાણી લેજો મહત્વના સમાચાર, ભારતીય રેલવેના ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં થયો બદલાવ

આ આખા મામલે આઈઆરસીટીસી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આઈઆરસીટીસી દ્વારા આ મામલે તપાસ કરીને હાઈજિનની સમસ્યાને દૂર કરીને આવશ્યક પગલાં લેવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.

આર્યાંશે આગળ પોતાની પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના ભારતીય રેલવેની એક વીઆઈપી લાઉન્જમાં બની છે, જેનું સંચાલન આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવે છે. વીઆઈપી લાઉન્જમાં જ જો આવું બને છે તો તમે ટ્રેન અને પેન્ટ્રી કારમાં પ્રવાસીઓને પીરસવામાં આવતા ભોજનની ક્વોલિટીની કલ્પના કરવી રહી.

આઈઆરસીટીસી દ્વારા આ મુદ્દો સ્વીકારીને તપાસનું આશ્વાસન આપ્યું છે. આઈઆરસીટીસીએ આ બાબતે એક નિવેદન આપીને સર તમને પડેલી અગવડતા માટે અમને ખેદ છે. તમે તાત્કાલિક કાર્યવાહી માટે રસીદ, બુકિંગ ડિટેઈલ્સ, સ્ટેશનનું નામ અને મોબાઈલ નંબર શેર કરો.

આ પહેલી વખત નથી કે આ રીતે રેલવે કે કોઈ જાહેર સ્થળે પીરસવામાં આવેલા ભોજનમાં જીવ-જંતુ નીકળ્યા હોવાની ઘટનાઓ બની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button