ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું? જાણો ભારતીય રેલવેનો મહત્વનો નિયમ… | મુંબઈ સમાચાર
નેશનલ

ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું? જાણો ભારતીય રેલવેનો મહત્વનો નિયમ…

ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી વિશાળ તેમ જ વ્યસ્ત કરી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. દરરોજ કરોડો પ્રવાસીઓ ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી ટ્રેનોમાં મુસાફરી કરે છે. હવે આ ભારતીય રેલવેની ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે પ્રવાસ કરતી વખતે જો ટિકિટ ખોવાઈ જાય તો શું થાય કે પછી શું કરવું જોઈએ? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે કેટલાક મહત્ત્વના નિયમો બનાવવામાં આવ્યા છે અને આજે આપણે અહીં આવા જ એક નિયમ વિશે વાત કરીશું. આ નિયમ પ્રવાસ દરમિયાન પ્રવાસીની ટિકિટ ખોવાઈ જાય તો શું થાય એ કે શું કરવું જોઈએ સંબંધિત છે. તમારે આ વિશે જાણવા માટે છેલ્લે સુધી આ સ્ટોરી વાંચી જવી પડશે.

આ પણ વાંચો: કાઉન્ટરની ભીડ ઘટાડવા પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ: હેન્ડ મશીનથી વેઇટિંગ એરિયામાં જ મળશે ટિકિટ

સૌથી પહેલાં તો જો કોઈ વખત તમારી ટિકિટ ખોવાઈ જાય તો એ જાણવાનો પ્રયાસ કરો કે તમારી ટિકિટ કાઉન્ટર ટિકિટ છે કે ઈ-ટિકિટ? તમારી જાણ માટે સ્ટેશન પર રિઝર્વેશન ફોર્મ ભરીને જે ટિકિટ કઢાવવામાં આવે છે તેને કાઉન્ટર ટિકિટ કહેવામાં આવે છે, જ્યારે આઈઆરસીટીસીની વેબસાઈટ કે મોબાઈલ એપ્લિકેશન પરથી જે ટિકિટ કઢાવવામાં આવે છે તે ઈ ટિકિટ હોય છે.

જો તમારી પાસે કાઉન્ટર ટિકિટ હોય તો પ્રવાસીએ આ બાબતે ચીફ રિઝર્વેશન સુપરવાઈઝરને આ બાબતે લેખિતમાં અરજી કરીને જાણ કરવી પડે છે. સ્લિપર માટે 50 રૂપિયા અને એસી માટે 100 રૂપિયાની ફી ચૂકવવી પજશે. એક વખત તમે ફી જમા કરાવો એટલે તમને ડુપ્લિકેટ ટિકિટ આપવામાં આવે છે, જે કાયદેસર માન્ય ગણવામાં આવે છે.

આ પણ વાંચો: દિવાળીમાં રેલવેની મુસાફરી કરવી હોય અને ટિકિટ કન્ફર્મ ન હોય તો આ ટ્રીક અજમાવી જૂઓ…

જો ટ્રેનમાં ચઢ્યા બાદ ટિકિટ ખોવાઈ જાય તો તાત્કાલિક ટિકિટ ચેકરનો સંપર્ક સાધીને તેને પીએનઆર નંબરનો સ્ક્રીનશોટ કે પછી ઈ ટિકિટનો મેસેજ બતાડીને આઈડેન્ટિટીનું વેરિફિકેશન કરવામાં આવે છે. પુરુવા વિના પણ ટીસી ચાર્ટના આધારે પ્રવાસીની જર્ની ડિટેઈલ્સ જાણી શકે છે.

મહત્ત્વની વાત એટલે કે ઈ ટિકિટ સાથે પ્રવાસ દરમિયા આઈડી કાર્ડ બતાવવું ખૂબ જ જરૂરી છે. આઈડી ભૂલી જનારા પ્રવાસીઓને વિધાઉટ ટિકિટ પ્રવાસી માનવામાં આવે છે અને તેની પાસે ટિકિટ ભાડું અને દંડ વસૂલવામાં આવે છે ત્યાર બાદ પ્રવાસ જે તે સીટ પર પોતાની જર્ની ચાલુ રાખી શકે છે.

આ પણ વાંચો: ખુદાબક્ષો પર તવાઈઃ પશ્ચિમ રેલવેમાં 98 કરોડનો દંડ વસૂલ કર્યો

ઈન્ડિયન રેલવાના આ નિયમ પ્રવાસને સરળ તો બનાવે જ છે પણ એની સાથે સાથે જ પ્રવાસીઓને સુરક્ષિત અને ટેન્શન ફ્રી પ્રવાસની ખાતરી આપે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button