નેશનલ

ભારતીય મૂળના શિક્ષણવિદોને યુકેનો સંશોધન પુરસ્કાર એનાયત

વિજેતાઓમાં દક્ષિણ એશિયાના ઇતિહાસકારનું નામ પણ સામેલ

લંડન: યુકેના સંશોધન પુરસ્કારના ૩૦ વિજેતાઓમાં યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ભારતીય મૂળના શિક્ષણવિદો અને કિંગ્સ કોલેજ લંડનના દક્ષિણ એશિયન ઇતિહાસકારના નામ સામેલ છે. યુકેનો ૩ મિલિયન પાઉન્ડ ૨૦૨૩ના લેવરહુલ્મે ટ્રસ્ટ એવોર્ડ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સંશોધનને માન્યતા આપે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ફિલોસોફી ફેકલ્ટીમાંથી પ્રોફેસર અમિયા શ્રીનિવાસનને જ્ઞાનશાસ્ત્ર, સામાજિક અને રાજકીય ફિલસૂફી, ફેમિનિઝમ, મેટાફિલસૂફી અને ફિલસૂફીના ઇતિહાસ પરના તેમના કામ માટે માન્યતા આપવામાં આવી છે. સમાજશાસ્ત્ર વિભાગના ફેલો ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, રિદ્ધિ કશ્યપને ડેમોગ્રાફી, સોશ્યલ સ્ટેટિસ્ટિક્સ, કોમ્પ્યુટેશનલ સોશ્યલ સાયન્સ, ડિજિટલ અને કોમ્પ્યુટેશનલ ડેમોગ્રાફી અને લિંગ અસમાનતા પરના તેમના કામ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

દરમિયાન કિંગ્સ કોલેજ લંડનના મોડર્ન દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરના ઇતિહાસકાર ડો. બેરેનિસ ગ્યોટ-રેચાર્ડને દક્ષિણ એશિયાના ઇતિહાસ, ઇન્ટરનેશનલ અને ટ્રાન્ઝેશનલ ઇતિહાસ અને ડિકોલોનાઇઝેશનના ઇતિહાસ પરના તેમના કાર્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. લેવરહુલ્મે ટ્રસ્ટ પુરસ્કારનું આ ૨૨મું વર્ષ છે. આ પુરસ્કારના વિજેતાઓને ૧૦૦,૦૦૦ પાઉન્ડ પુરસ્કારરૂપે આપવામાં આવે છે. લેવરહુલ્મે ટ્રસ્ટના ડિરેક્ટર પ્રો. અન્ના વિગ્નોલ્સે જણાવ્યું હતું કે, લેવરહુલ્મે ટ્રસ્ટ, વનસ્પતિ ઉત્ક્રાંતિથી માંડીને મૂડીવાદના ઇતિહાસ, કૌટુંબિક કાયદાથી લઇને સૈદ્ધાંતિક આંકડાઓ અને વિજ્ઞાનની ફિલસૂફીથી લઇને માનવ તસ્કરી સુધીના વિષયોથી પ્રભાવશાળી શ્રેણી પર કાર્ય હાથ ધરતા શિક્ષણવિદોને ઇનામો આપવા માટે રોમાંચિત છે. ટ્રસ્ટ ૨૦૨૪માં ક્લાસિક્સ, અર્થ સાયન્સ, ફિઝિક્સ, પોલિટિક્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સ, સાયકોલોજી અને વિઝ્યુઅલ અને પર્ફોર્મિંગ આર્ટસમાં ઇનામ માટે નોમિનેશન આમંત્રિત કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button