સંસદમાં ઈન્ડી ગઠબંધનનું શક્તિ પ્રદર્શન, ‘બંધારણ બચાવો’ની હાકલ
નવી દિલ્હી: 18મી લોકસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે સોમવારે સંસદ સંકુલમાં ઈન્ડી ગઠબંધનના સાંસદો એકઠા થયા હતા, તેમણે હાથમાં બંધારણની નકલો પકડી હતી અને ‘લોકશાહી બચાવો’ના નારા લગાવ્યા હતા.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગે, પક્ષના નેતા રાહુલ ગાંધી, તૃણમૂલ કૉંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, ડીએમકેના ટીઆર બાલુ સહિત વિપક્ષના નેતાઓ સંસદ સંકુલમાં જ્યાં ગાંધી પ્રતિમા હતી તે સ્થળે એકઠા થયા હતા.
કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સાંસદો સાથે જોડાયા હતા.
હાથમાં બંધારણની નકલો પકડીને તેમણે ‘સંવિધાન દીર્ઘાયુષી રહે’, ‘આપણે બંધારણ બચાવીશું’, ‘આપણી લોકશાહી બચાવો’ જેવા નારા લગાવ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને બંધારણ પર હુમલો કરવા દેવામાં આવશે નહીં.
આ પણ વાંચો : મોદી 3.0ઃ અઢારમી લોકસભાના પ્રથમ દિવસ કંઇક આવો હતો….
તેમણે કહ્યું હતું કે આ હુમલો અમને સ્વીકાર્ય નથી અને તેથી જ અમે બંધારણને હાથમાં લીધું છે અને શપથ લીધા છે.
અમારો સંદેશ લોકો સુધી પહોંચે છે અને કોઈ પણ શક્તિ ભારતના બંધારણને સ્પર્શી શકે નહીં અને અમે તેનું રક્ષણ કરીશું, એમ ગાંધીએ કહ્યું હતું.
કૉંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનના નેતાઓએ મહાત્મા ગાંધીના આશીર્વાદ સાથે 18મી લોકસભામાં પ્રવેશ કર્યો છે.
ઈન્ડી ગઠબંધન બાપુના આશીર્વાદ સાથે 18મી લોકસભામાં પ્રવેશ કરે છે અને સંસદમાં લોકોના મુદ્દાઓ, પડકારો, આશાઓ અને આકાંક્ષાઓને અવાજ આપવા અને સરકારને દરેક મિનિટે અંકુશમાં રાખવાના નવા સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું.
વેણુગોપાલે કહ્યું હતું કે અમે લોકશાહીના રક્ષકો છીએ. અમે બંધારણની રક્ષા અને સમર્થન માટે પ્રતિબદ્ધ છીએ. અમે અન્યાય સામે લડવાના અમારા સંકલ્પમાં એક છીએ, એમ વેણુગોપાલે કહ્યું હતું.
સાંસદો માટે એક લોકપ્રિય વિરોધ સ્થળ ગાંધી પ્રતિમાને તાજેતરમાં અન્ય 14 પ્રતિમાઓ સાથે સ્થાનાંતરિત કરવામાં આવી હતી જે સંકુલને હવે પ્રેરણા સ્થળ નામ આપવામાં આવ્યું છે.
કેટલાક વિરોધ પક્ષોએ દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીનો જનાદેશ સત્તાધારી ભાજપની વિરુદ્ધ હતો, તેમ છતાં તેઓ અન્ય પક્ષોના સમર્થનથી સરકાર રચવામાં સફળ થયા છે.
18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારે સવારે શરૂ થયું હતું. નવા ચૂંટાયેલા સભ્યો સોમવાર અને મંગળવારે નીચલા ગૃહના સભ્યો તરીકે શપથ લેશે.
લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને થશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન 27 જૂનના રોજ થવાનું છે.
રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 28 જૂને શરૂ થશે. વડા પ્રધાન બીજી અથવા ત્રીજી જુલાઈએ ચર્ચાનો જવાબ આપે તેવી અપેક્ષા છે. (પીટીઆઈ)