નેશનલ

ઈન્ડિયન નેવીનું દિલધડક ઓપરેશનઃ 35 ચાંચિયાએ કરવું પડ્યું આત્મ સમર્પણ

મુંબઈ: ભારતના પશ્ચિમી સમુદ્રમાં ચાંચિયાઓના વધતા ત્રાસને જોતા ભારતીય નેવી (નૌકાદળ) દ્વારા અરબી સમુદ્રમાં દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન સફળ રહ્યું હોવાના અહેવાલ રવિવારે મળ્યા હતા.
ભારતીય નેવી સામે સોમાલિયાના ચાંચિયાઓએ ઘૂંટણ ટેકવી દીધા હતા અને 35 જેટલા સોમાલી ચાંચિયા એટલે કે સમુદ્રી લૂંટારા ભારતીય નેવી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

એમવી રુએન નામનું માલવાહક જહાજનું અપહરણ કરવામાં આવ્યું હોવાની સૂચના મળતા જ ભારતીય નેવીના જાબાંઝ અધિકારીઓ અને સૈનિકોએ કલાકો સુધી અરબી સમુદ્રમાં ઓપરેશન ચલાવ્યું હતું અને આખરે ચાંચિયાઓને ઘેરીને જહાજ છોડાવ્યું હતું તેમ જ ચાંચિયાઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા.

આ ઓપરેશન માટે ભારતની યુદ્ધનૌકા આઇએનએસ કોલકાતા ડિપ્લોય કરવામાં આવી હતી. આઇએનએસ કોલકતા ઉપરથી ઓપરેટ કરતા ભારતીય નેવીએ સફળતાપૂર્વક આ જોખમી ઓપરેશન પાર પાડ્યું હતું.

મળેલી માહિતી મુજબ ભારતના પશ્ર્ચિમી કિનારાથી 1400 નૉટિકલ માઇલ્સ એટલે કે આશરે 2,600 કિલોમીટર દૂર અપહરણ કરાયેલા એમવી રુએન જહાજને રોકી લઇ ચાંચિયાઓને ભારતીય નેવીએ ઘેરી લીધા હતા.

પહેલા ભારતીય નેવીએ ચાંચિયાઓને આત્મસમર્પણ કરવા કહેતા તેમણે ભારતીય નેવીની વાત માનવાથી ઇનકાર કર્યો હતો. જોકે ભારતીય નેવીએ દબાણ વધારતા આખરે ચાંચિયાઓના હોંસલા ધ્વસ્ત થયા હતા અને તેમણે આત્મસમર્પણ કર્યું હતું.


જે જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમાં અંગોલા, મ્યાનમાર અને બર્મ્યુડાના નાગરિકો સવાર હતા. આ જ અઠવાડિયે સોમાલી સમુદ્રી ડાકુઓએ બાંગ્લાદેશનો ધ્વજ ધરાવતા એક જહાજનું અપહરણ કર્યું હતું અને તેના ઉપર કબજો જમાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 2017 બાદ સોમાલી ચાંચિયાઓ કોઇપણ વેપારી જહાજનું સફળતાપૂર્વક અપહરણ કરવામાં સફળ થયા નથી. ભારતીય નેવીની કામગીરી આ ઓપરેશનમાં અત્યંત પ્રશંસનીય રહી હતી. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ભારતીય નેવીને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…