ndian Navy Divers Rescue 20 People After Boat Capsizes in Kerala

કેરળમાં બોટ ડૂબી, નેવીના ડાઇવર્સે 20 લોકોના જીવ બચાવ્યા

કન્નુર: ઉત્તર કેરળ જિલ્લાના મુજપ્પીલાંગગઢમાં શનિવારે એક બોટ પલટી જવાનો બનાવ બન્યો હતો. અહીં ધર્મડોમ ખાતે 20 લોકોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. જોકે, ભારતીય નૌકાદળના ડાઇવર્સે ઝડપથી મુસાફરોને બચાવવાનું અને સુરક્ષિત રીતે કિનારે પહોંચવામાં મદદ કરવાનું શરૂ કરતા જાનહાનિ ટળી હતી, એમ એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. આ અકસ્માત ચેમ્પિયન્સ બોટ લીગ-23 રેસ દરમિયાન થયો હતો. જેમાં સહભાગીઓને લઈ જતી બોટ પાણીમાં ડૂબી ગઈ અને પલટી ગઈ હતી.

બોટમાં વિવિધ સહભાગીઓ સવાર હતા. નેવીએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે રેસ દરમિયાન સહભાગીઓને લઈ જતી એક બોટ પાણીમાં ડૂબી ગઈ અને પલટી ગઈ હતી. એ સમયે સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવા માટે તૈનાત નૌકાદળના દક્ષિણી કમાન્ડના ડાઇવર્સની ટીમે તાત્કાલિક પગલાં લીધાં હતાં.

Back to top button