નેશનલ

INS વિક્રાંત સહિત 36 યુદ્ધ જહાજો કરાચી પર ત્રાટકવા તૈયાર હતાં; ઇન્ડિયન નેવીનો અભૂતપૂર્વ જમાવડો

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાન સામે શરુ કરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન એવી અફવાઓ ફેલાઈ હતી કે ઇન્ડિયન નેવીએ INS વિક્રાંત પરથી બ્રહ્મોસ મિસાઈલ છોડીને પાકિસ્તાનના કરાચી બંદરને બરબાદ કરી નાખ્યું છે, જોકે બાદમાં નેવીએ સ્પષ્ટ કર્યું હતું કે કરાચી પર કોઈ હુમલાઓ કરવામાં આવ્યો નથી. પરંતુ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નેવલ ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ વાઇસ એડમિરલ એ એન પ્રમોદે જણાવ્યું હતું કે કરાચી નેવીના ટાર્ગેટ પર હતું, જરૂર પડ્યે હુમલો કરવા યુદ્ધ જહાજો તૈયાર હતાં.

એડમિરલ એ એન પ્રમોદે કહ્યું,”પસંદગીના સમયે કરાચી સહિત સમુદ્ર અને જમીન પર પસંદગીના ટાર્ગેટ્સ પ્રહાર કરવા માટે અમારી ફોર્સીઝ અરબી સમુદ્રમાં સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે તૈનાત હતી.”
અહેવાલ મુજબ આ મિશન માટે ઇન્ડિયન નેવીએ કરાચી નજીક અરબી સમુદ્રમાં 36 યુદ્ધ જહાજોનો જમાવડો તૈનાત કર્યો હતો, જેમાં સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત, 7 ડિસ્ટ્રોયર, 7 ફ્રિગેટ્સ, સબમરીન અને ઝડપી હુમલો કરી શકતી બોટનો સમાવેશ થાય છે.

ભારતના યુદ્ધ જહાજોનો ઐતિહાસિક જમાવડો:
વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં, ભારતીય નૌકાદળે ઓપરેશન ટ્રાઇડેન્ટ અને ઓપરેશન પાયથન દરમિયાન કરાચી બંદર પર હુમલો કરવા માટે 6 યુદ્ધ જહાજોનો ઉપયોગ કર્યો હતો. એ દરમિયાન પાકિસ્તાનના મરીન લોજિસ્ટિક્સનો નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓપરેશન સિંદૂરમાં, ભારતીય નૌકાદળે 36 યુદ્ધ જહાજો તૈનાત કર્યા હતા જે 1971 કરતા છ ગણા વધારે છે.

INS વિક્રાંત અને કેરિયર બેટલ ગ્રુપ:
આ જમાડવાનું મુખ્ય જહાહ ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત હતું. 40,000 ટન વજન ધરાવતું આ યુદ્ધ જહાજ મિગ-29કે ફાઇટર જેટ, કામોવ હેલિકોપ્ટર અને અદ્યતન એરબોર્ન વોર્નિંગ સિસ્ટમથી સજ્જ છે.

વિક્રાંત સાથે 8-10 યુદ્ધ જહાજોનું જૂથ તૈનાત કરવામાં આવ્યું છે, જેમાં ડિસ્ટ્રોયર, ફ્રિગેટ્સ અને સહાયક જહાજોનો સમાવેશ થાય છે. આ જૂથે કરાચી નજીક અરબી સમુદ્રમાં એક અભેદ્ય દરિયાઈ દિવાલ બનાવી હતી, જેનાથી પાકિસ્તાની નૌકાદળ અને વાયુસેને ત્યાંજ અટકાવી શકાય.

આપણ વાંચો:  પાકિસ્તાનથી પરત ફરેલા બીએસએફ જવાનની પત્નીની પ્રતિક્રિયા, કહ્યું પહેલા ઓળખી શકી ન હતી

સાત ડિસ્ટ્રોયરની તાકાત:
ઇન્ડિયન નેવીએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલો, મિડીયમ રેંજ સર્ફેસ ટૂ એર મિસાઈલ (MRSAM) અને વરુણાસ્ત્ર હેવી ટોર્પિડોથી સજ્જ સાત ડિસ્ટ્રોયર તૈનાત કર્યા હતાં. આ દુશ્મનના જહાજો અને સબમરીનને નષ્ટ કરવામાં સક્ષમ છે.

બ્રહ્મોસ મિસાઇલ 450 કિમીની રેન્જ અને 2.8 મેકની ઝડપે હુમલો કરી શકે છે. INS કોલકાતા અને INS ચેન્નઈ જેવા કોલકાતા-વર્ગના ડિસ્ટ્રોયર જહાજો સામેલ હતા, જે તેમના અદ્યતન રડાર અને આર્મ સિસ્ટમ માટે જાણીતા છે.

સાત સ્ટીલ્થ ફ્રિગેટ્સ:
તાજેતરમાં બેડામાં સામેલ કરવામાં આવેલી INS તુશીલ સહિત સાત સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ફ્રિગેટ્સ તૈનાત કરવામાં આવી હતી. આ ફ્રિગેટ્સ અદ્યતન રડાર, મિસાઇલ સિસ્ટમ અને સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે. જે હવાઈ અને દરિયાઈ જોખમોનો સામનો કરી શકે છે.

છ સબમરીન:
જમાવડામાં અંદાજે છ સબમરીન પણ સામેલ હતી, જેમાં ન્યુક્લિયર પાવર્ડ INS અરિહંત ઉપરાંત INS કલવરી કેવી સ્કોર્પિયન-ક્લાસ સબમરીનનો સમાવેશ થાય છે.

ઝડપી હુમલો કરતી બોટ અને મિસાઇલ બોટ:
ઝડપી અને સચોટ પ્રહારો કરતી એટેક બોટ અને મિસાઇલ બોટ પણ તૈનાત કરવામાં આવી હતી. આ નાના પણ ઘાતક જહાજો કરાચી બંદર જેવા ટાર્ગેટ્સ પર ઝડપથી ત્રાટકવામાં સક્ષમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button