ભારત સરકારનો યુ-ટર્ન, તુર્કિશ એરલાઇન્સ સાથે વિમાન કરારોને મંજૂરી આપવામાં કવાયત | મુંબઈ સમાચાર
નેશનલ

ભારત સરકારનો યુ-ટર્ન, તુર્કિશ એરલાઇન્સ સાથે વિમાન કરારોને મંજૂરી આપવામાં કવાયત

નવી દિલ્હી : ભારત સરકારે તુર્કિશ એરલાઇન્સ મુદ્દે કહેલી વાત પર યુ-ટર્ન લીધો છે. જેમાં ભારતના ઓપરેશન સિંદૂર વિરુદ્ધ પાકિસ્તાનના ડ્રોન હુમલામાં વપરાયેલા ડ્રોન તુર્કીયેમાં બનેલા હતા. જેની બાદ ભારત સરકારે તુર્કીયે વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું. તેમજ તુર્કિશ એરલાઈન્સ સાથે સબંધોને ટાળવાની વાત કહી હતી. જોકે, ત્રણ મહિના બાદ હવે નરમ વલણ અપાનવતા ભારત અને તુર્કિશ એરલાઇન્સ વચ્ચે વિમાન ભાડાપટ્ટે કરારોને મંજૂરી આપવામાં આવી રહી છે.

લીઝ છ મહિના વધારવાની સમજુતી

આ અંગે મળતી માહિતી મુજબ ભારતીય એરલાઈન ઈન્ડીગોને ડીજીસીએ પાસેથી મંજુરી મળી છે. જેમાં તુર્કિશ એરલાઇન્સ સાથે બે બોઇંગ 777 વિમાનની લીઝ છ મહિના વધારવાની સમજુતી કરવામાં આવશે. જયારે આ ઉપરાંત સ્પાઈસ જેટને પણ ડીજીસીએની મંજુરી મળી છે.

ત્રણ મહિનાની આખરી મુદ્દત આપવામાં આવી હતી

આ પૂર્વે ડીજીસીએ ઈન્ડીગો એરલાઈન્સ 31 ઓગસ્ટના રોજ તુર્કિશ એરલાઇન્સ સાથે લીઝ ડીલ સમાપ્ત કરવા આદેશ આપ્યો હતો. જયારે હવે નિર્ણય બદલવામાં આવ્યો છે. ઈન્ડીગોએ પહેલા પણ લીઝ છ મહિના વધારવા માટે માંગ કરી હતી. પરંતુ ત્રણ મહિનાની આખરી મુદ્દત આપવામાં આવી હતી. જે ઓગસ્ટ માસના અંત સુધીની હતી.

આ પણ વાંચો…“તુર્કિએ એરલાઇન્સ સાથે વિમાન લીઝ કરાર સમાપ્ત કરો” ઇન્ડિગોને ભારત સરકારનો નિર્દેશ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button