અરવિંદ કેજરીવાલની ED દ્વારા કરવામાં આવેલી ધરપકડ(Kejriwal Arest) અંગે યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટ(US State department)ના પ્રવક્તા દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી અંગે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો છે. યુએસ દુતાવાસના અધિકારીને દિલ્હીના સાઉથ બ્લોકમાં આવેલા વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં જવાબ આપવા બોલાવવામાં આવ્યા હતા. યુસ ડેપ્યુટી ચીફ ઓફ મિશન સાથે 40 મિનિટની બેઠક યોજાઈ હતી. આ મીટિંગની વિગત હજુ જાહેર કરવામાં આવી નથી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ અગાઉ જણાવ્યું હતું કે તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના અહેવાલો પર નજર રાખી રહ્યા છે. તમણે ભારત સરકારને “ન્યાયિક અને સમયસર કાયદાકીય પ્રક્રિયા” સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. આ ટીપ્પણીના અહેવાલો બહાર આવ્યાના એક બાદ દિવસ બાદ ભારત સરકારે દુતાવાસને સમન મોકલ્યું હતું.
ALSO READ : સૌરભ ભારદ્વાજે કહ્યું, CM કેજરીવાલ દિલ્હીના લોકો માટે ચિંતિત, ED કસ્ટડીમાંથી કર્યો આ આદેશ
અગાઉ જર્મનીએના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે મિસ્ટર કેજરીવાલ આરોપોનો સામનો કરી રહેલા અન્ય ભારતીય નાગરિકોની જેમ જ નિષ્પક્ષ અને ન્યાયિક સુનાવણી માટે હકદાર છે. તેના થોડા દિવસો પછી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ટિપ્પણી કરવામાં આવી હતી.
ભારત સરકારે આ ટિપ્પણી પર સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે જર્મન રાજદૂતને બોલાવ્યા હતા. ભારતે આ ટિપ્પણીને “આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ” ગાનાવ્યો હતો.