ટોપ ન્યૂઝનેશનલ

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ભારતની સલાહ, કહ્યું – ત્યાંના કાયદાનું પાલન…

નવી દિલ્હીઃ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિશન દેશનિકાલની ફરી શરૂઆત થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકો સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંના કાયદાઓનું પાલન કરવા માટે સલાહ આપવામાં આવી છે. અમેરિકાએ એવા અનેક લોકોને ડિપોર્ટ કર્યા છે, જે ગેરકાયદે અમેરિકામાં વસવાટ કરી રહ્યાં હતાં.

ટ્રમ્પ સરકારે બે ભારતીય વિદ્યાર્થીના પાસપોર્ટ રદ્દ કર્યા

હમણાં જ અમેરિકારએ બે ભારતીય વિદ્યાર્થીના પાસપોર્ટ રદ્દ કર્યા છે, જેમાંથી એક ભારતીય સંશોધકની ટ્રમ્પ સરકારે ધરપકડ કરી છે. જ્યારે વિદ્યાર્થીએ કેનેડામાં સ્વ-દેશનિકાલ કરવો પડ્યો હતો. જેને લઈને ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. આ બાબતે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, જો કોઈ ભારતીય વિદ્યાર્થીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, આપણાં દૂતાવાસનો સંપર્ક કરીને મદદ માંગી શકે છે. જો કોઈ ભારતીય વિદ્યાર્થીને મદદની જરૂર હશે તો દૂતાવાસ દ્વારા મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો : ઈલોન મસ્કનું Grok ચેટબોટ હિન્દીમાં અપશબ્દો સાથે જવાબ આપી રહ્યું છે? IT મંત્રાલયે એક્સનો સંપર્ક કર્યો

બદર ખાન સુરી પર હમાસ સાથે કનેક્શન હોવાનો આરોપ હતો

અમેરિકાએ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થી બદર ખાન સુરીની ધરપકડ કરી છે. તેનો હમાસ સાથે સંબંધ હોવાનો આરોપ છે. બદર ખાન સુરીની પત્ની ગાજાથી છે. આ સાથે બદર ખાન સુરી ભારતમાં જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી કરેલી છે. અમેરિકાએ બદર ખાન પર હમાસનો સાથ આપવા અને પ્રચાર કરવાના આરોપ સાથે વિઝા રદ્દ કર્યા છે. ટ્ર્મ્પ સરકારે કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય વિદ્યાર્થી રંજની શ્રીનિવાસનનો વિઝા રદ કર્યા હતા. વિઝા રદ થયા પછી, રંજનીએ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન હોમ એપનો ઉપયોગ કરીને પોતાને ડિપોર્ટ કરીને યુએસ છોડી દીધું હતું. ચોંકાવનારી વાતએ છે કે, રંજની શ્રીનિવાસન પર પણ આતંકવાદી સંગઠન હમાસને ટેકો આપવાનો આરોપ હતો. રંજની કોલંબિયા યુનિવર્સિટીમાં રિસર્ચ સ્કોલર હતી.

બે ભારતીયોએ મદદ માટે ભારતીય દૂતાવાસોનો સંપર્ક નહોતો કર્યો

ટ્રમ્પ સરકારની આ કાર્યવાહીના કારણે ભારતે અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંના કાયદાઓનું પાલન કરવા માટે સૂચના આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે અને સરકાર અમેરિકા સાથે શૈક્ષણિક સંબંધોને મજબૂત બનાવવા માંગે છે. બે ભારતીયોએ મદદ માટે અમેરિકામાં ભારતીય દૂતાવાસોનો સંપર્ક નહોતો કર્યો. જેથી ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને કહ્યું છે કે, જો કોઈ મદદની જરૂર પડે તો સપર્ક કરે જેથી દૂતાવાસ મદદ કરી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button