…અને વધુ એક યુદ્ધ ટળી ગયું!
હેડિંગ વાંચીને તમે જો વિચારી રહ્યા હોવ કે રશિયા-યુક્રેન, ઈઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ આખી દુનિયા માટે ટેન્શનનું કારણ બની રહ્યા છે ત્યારે હવે ત્રીજો કોઈ યુદ્ધ માટે દુનિયા તૈયાર નથી. સારું થયું આ યુદ્ધ ટળી ગયું. તો ભાઈ જરા ધીરા પડો અહીં અમે કોઈ બે દેશ વચ્ચેના યુદ્ધની વાત નથી કરી રહ્યા આ તો પતિ-પત્ની વચ્ચે પેદા થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતીની વાત થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પત્ની પતિને મારવા માટે વેલણ લઈને આવે છે પણ એ જ ઘડીએ પતિ કંઈક એવું બોલે છે કે પરિસ્થિતી થાળે પડી જાય છે અને આ વીડિયો જોઈને નેટિઝન્સ એવી કમેન્ટ કરી રહ્યા છે કે ચાલો સારું થયું એક યુદ્ધ ટળી ગયું…
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પત્ની વેલણ લઈને કોઈ મુદ્દે પતિ સાથે ઝઘડો કરી રહી છે અને એ જ સમયે પતિ કંઈક એવું કહે છે જે સાંભળીને તમે તમારું હસવાનું કન્ટ્રોલ નહીં કરી શકો. આવો જોઈએ શું છે આખી ઘટના વિસ્તારથી.
આ વીડિયોમાં પતિની કોઈ ભૂલને કારણે પત્ની તેની સાથે ઝઘડો કરી રહી છે. પતિ એકદમ શાંત બેસી રહે છે પણ પરિસ્થિતીને વધારે વણસતી રોકવા માટે પતિ પત્નીના વખાણ કરતી દે છે અને આ વખાણ સાંભળીને પત્ની ખુશ થઈ જાય છે અને બંને વચ્ચેનો ઝઘડો શાંત પડી જાય છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધીમાં બે લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને આ વીડિયો પર એક કેપ્શન પણ લખવામાં આવી છે કે આ પતિને સલામ…ગૃહ યુદ્ધ થતાં થતાં અટકી પડ્યું હતું. 45 સેકન્ડનો આ વીડિયો ખૂબ જ અલગ છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ ખૂબ જ શાનદાર વીડિયો છે. આવી જ રીતે લડાઈ રોકી શકાય છે. એક અન્ય યુઝરે લખ્યું છે કે હવે પત્નીઓ આ રીતે ભોળવાઈ નથી જતી, કારણ કે તેઓ ખૂબ જ સમજદાર બની ચૂકી છે