ભારતીય કમાંડોનું અતુલ પરાક્રમ
15 ભારતીય સાથેના અપહૃત જહાજને ઉગાર્યું
સોમાલિયા: ભારતીય નૌકાદળના કમાંડો ભારે બહાદુરી અને કૌશલ્ય દાખવીને સોમાલિયાના દરિયાકાંઠા પાસેથી ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા જહાજ પર ઊતર્યા હતા અને આ જહાજ પરના 15 ભારતીય સહિતના કર્મચારીઓને બચાવી લીધા હતા. ભારતીય કમાંડોની કામગીરીની ભારે પ્રશંસા થઇ રહી છે.
ભારતીય કમાંડોએ શરૂઆતમાં સોમાલિયાના ચાંચિયાઓને જહાજ છોડીને જતા રહેવાની ચેતવણી આપી હતી અને ત્યાર બાદ કાર્યવાહી હાથ ધરી હતી. જહાજમાં 15 ભારતીય ક્રૂ સલામત છે.
સોમાલિયાના દરિયાકાંઠે 15 ભારતીયો સાથેનાં કાર્ગો જહાજ `એમ વી લીલા નોરફોક’ને ચોથી જાન્યુઆરીએ સાંજે હાઇજેક કરવામાં આવ્યું હતું અને આ માહિતી મળ્યા બાદ ભારતનું નૌકાદળ તરત જ એક્શનમાં આવ્યું હતું અને એણે પોતાના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નઈને એ તરફ મોકલ્યુુંં હતું.
ભારતીય સંરક્ષણ દળોએ માહિતી આપી હતી કે ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નઈ સોમાલિયાના દરિયાકાંઠા નજીક પર પહોંચી ગયું છે. ભારતીય નૌકાદળના કમાંડો અપહરણ કરાયેલા જહાજ પર ચઢી ગયા હતા. ભારતીય યુદ્ધ જહાજએ તેનું હેલિકોપ્ટર લોન્ચ કર્યું હતું અને લૂંટારાઓને અપહરણ કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી.
હાઇજેક કરાયેલા જહાજમાં સવાર ક્રૂ સાથે વાતચીત કરવામાં આવી હતી.
જહાજ પર ભારતીય ક્રૂ સલામત છે અને મરીન કમાંડો માર્કોસ ઓપરેશનની પ્રશંસા થઇ રહી છે. આઈએનએસ ચેન્નાઈએ તેના ચાંચિયા વિરોધી પેટ્રોલિંગમાંથી ડાઇવર્ટ કર્યું અને આજે પાંચમી જાન્યુઆરીએ 3.15 કલાકે એમવીને અટકાવ્યું હતું.
મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, પ્રિડેટર અને ઇન્ટિગ્રલ હેલોસનો ઉપયોગ કરીને એમવીને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. મિશન તૈનાત યુદ્ધ જહાજ પર હાજર ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો એમવીમાં સવાર થયા અને સેનિટાઈઝેશન શરૂ કર્યું હોવાની માહિતી ભારતીય નૌકાદળએ આપી હતી.
ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં એક જહાજ અને પેટ્રોલિંગ એરક્રાફ્ટને લાઇબેરિયન-ધ્વજવાળા બલ્ક કેરિયર પર અપહરણના પ્રયાસ બાદ તૈનાત કર્યા હતા, એમ શુક્રવારે જણાવ્યું હતું.
ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અપહૃત જહાજએ યુનાઇટેડ કિગડમ મેરીટાઇમ ટે્રડ ઓપરેશન્સ પોર્ટલ પર એક સંદેશ મોકલ્યો હતો જે દર્શાવે છે કે ગુરુવારે સાંજે પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર લોકો તેના પર સવાર હતા.
નૌકાદળે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ એરક્રાફ્ટે વહેલી સવારે જહાજને ઓવરફ્લાય કર્યું હતું અને ક્રૂ સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો અને ખાતરી કરી હતી કે તેઓ સુરક્ષિત છે. એરક્રાફ્ટ કેરિયરની હિલચાલ પર દેખરેખ રાખવાનું ચાલુ છે.
વેસલ ફાઈન્ડરના જણાવ્યા અનુસાર, શિપનો છેલ્લે 30 ડિસેમ્બરે સંપર્ક કરવામાં આવ્યો હતો.