
નવી દિલ્હીઃ ભારત દ્વારામાં શરૂ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનો ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડે ફરી એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પાકિસ્તાની ડ્રોનને જબડાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાએ શેર કરેલા આ વીડિયામાં લખ્યું છે કે, ‘જમીન પરથી, અમે આકાશનું રક્ષણ કર્યું’. ભારતીય સેનાએ પાકિસ્તાનને સારો એવો પાઠ ભણાવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન 100થી પણ વધારે આતંકવાદીઓ માર્યા ગયાં હતાં.
53 સેકન્ડનો વીડિયોમાં જોવા મળશે ભારતીય સેનાનું શૌર્ય અને સાહસ
સેના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ભારતીય સેના પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ફાયરિંગનો કેવો જવાબ આપી રહી છે. આ વીડિયો જોતા દરેક ભારતીયને આપણી સેના પર ગર્વ થશે. ભારતીય સેના દ્વારા લગાતાર ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલા વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે. સેના દ્વારા અત્યારે 53 સેકન્ડનો વીડિયો શેર કરવામાં આવ્યો તેમાં ભારતીય સેનાનું શૌર્ય અને સાહસ જોવા મળી રહ્યું છે. ગયા રવિવારે પણ સેના દ્વારા ઓપરેશન સિંદૂર સંબંધિત એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના મિસાઇલ હુમલાને રોકવા માટે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં જોરદાર વિસ્ફોટો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
ભારતે ઓપરેશન સિંદૂરથી આતંકવાદી હુમલાનો બદલો લીધો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 26થી 28 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. ત્યાર બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સેનાને પણ જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સમગ્ર દેશના લોકોને સેના પર ગર્વ છે. ભારતે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓને ખતમ કર્યા અને વિશ્વભરના દેશોને પોતાની તાકાતનો નમૂનો આપ્યો હતો.
આપણ વાંચો : ભારતીય નેવીએ વીડિયોથી દુશ્મન દેશને આપી ચેતવણીઃ નહીં તો યુદ્ધ થશે