નેશનલ

ભારતીય સેના અધિકારીનું લશ્કરી ક્ષમતા મુદ્દે મોટું નિવેદન, કહ્યું ભારતની રેન્જમાં સમગ્ર પાકિસ્તાન

નવી દિલ્હી : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં મચાવેલી તબાહીની પાકિસ્તાને ખુદ કબુલાત કરી છે. તેવા સમયે આર્મી એર ડિફેન્સના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડીકુન્હાએ ભારતની લશ્કરી ક્ષમતા પર પ્રકાશ પાડ્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સમગ્ર પાકિસ્તાન ભારતની રેન્જમાં છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તેની સેનાની હેડક્વાર્ટર રાવલપિંડીથી ખૈબર પખ્તુનખ્વા જેવા વિસ્તારોમાં ખસેડે તો પણ તેમને ઉંડા ખાડામા શોધવા પડશે.

આધુનિક સ્વદેશી ટેકનોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના આક્રમક હુમલાઓમાં પાકિસ્તાનના મહત્વપૂર્ણ એરબેઝને ચોકસાઈથી નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઓપરેશનની સફળતામાં લાંબા અંતરના ડ્રોન અને ગાઈડેડ શસ્ત્રો સહિત આધુનિક સ્વદેશી ટેકનોલોજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સશસ્ત્ર દળોની પ્રાથમિક ફરજ દેશની સાર્વભૌમત્વ અને તેના લોકોનું રક્ષણ કરવાની છે.

સમગ્ર ભારતે તેની પર ગૌરવ અનુભવ્યું

તેમણે કહ્યું કે અમારું કામ સાર્વભૌમત્વ અને લોકોનું રક્ષણ કરવાનું છે. તેથી મને લાગે છે કે અમે માતૃભૂમિને આ હુમલાથી બચાવવામાં સફળ રહ્યા છીએ. પાકિસ્તાનનો હેતુ ગીચ વિસ્તાર અને લશ્કરી છાવણીઓ પર હુમલો કરવાનો હતો. દેશના જવાનો અને પરિવારો છાવણીઓમાં રહેતા હતા. તેઓ પણ આ ડ્રોન હુમલાઓથી એટલા જ ચિંતિત હતા. અમે ખાતરી કરી કે કોઈ જાનહાનિ ન થાય. તેમજ સમગ્ર ભારતે તેની પર ગૌરવ અનુભવ્યું છે.

આપણ વાંચો:  મધ્ય પ્રદેશ પોલીસે મંત્રી વિજય શાહ મામલે એસઆઈટીની રચના કરી, 28 મે સુધી આપશે અહેવાલ…

લશ્કરી શાખાઓ વચ્ચે સરળ સંકલન શક્ય બન્યું

ઇવાન ડીકુન્હાએ કહ્યું, ભારતના ઓપરેશન સિંદૂરએ આધુનિક યુદ્ધમાં, ખાસ કરીને ડ્રોન અને અન્ય અદ્યતન તકનીકોને નિષ્ક્રિય કરવામાં તેની તૈયારી દર્શાવી.’આ ઓપરેશનમાં ભારતના સંકલિત કમાન્ડ માળખા પર પ્રકાશ પાડવામાં આવ્યો. જેનાથી વિવિધ લશ્કરી શાખાઓ વચ્ચે સરળ સંકલન શક્ય બન્યું.

આતંકવાદ સામે હિંમતભેર કાર્યવાહી કરવાની ભારતની ક્ષમતા

ઓપરેશન સિંદૂર ભારતના શિશુપાલ સિદ્ધાંતને અપનાવ્યો હતો. જેમાં ઉશ્કેરણીની પૂર્વનિર્ધારિત મર્યાદા ઓળંગી જાય ત્યાં સુધી ધીરજ રાખવી અને પછી નિર્ણાયક પગલાં લેવાનો સમાવેશ થાય છે. આ ઓપરેશન રીએક્ટિવ ડિફેન્સ થી પ્રો- એકટીવ સિક્યોરીટી ડોકટરિનમાં બદલાય ગયું. જે આતંકવાદ સામે હિંમતભેર કાર્યવાહી કરવાની ભારતની ક્ષમતા દર્શાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button