નેશનલ

ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વર્લ્ડ કપની ફાઇનલ અગાઉ એર શો માટે કર્યું રિહર્સલ

કરતબ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી મૅન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ની ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ અગાઉ ઈન્ડિયન ઍર ફૉર્સ (આઈએએફ)ની સૂર્યકિરણ એરોબેટિક ટીમે શુક્રવારે રિહર્સલ દરમિયાન કરતબ દેખાડ્યા હતા. (એજન્સી)

અમદાવાદ: ભારતીય વાયુસેનાની એરોબેટિક (એરક્રાફ્ટ) ટીમ સૂર્યકિરણે ૧૯ નવેમ્બરે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ અગાઉ શુક્રવારે એર શો માટેનો અભ્યાસ કર્યો હતો. ગુજરાત સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સૂર્ય કિરણ ટીમે સ્ટેડિયમના આકાશમાં પ્રેક્ટિસ કરી હતી અને ફાઇનલ પહેલા શનિવારે પણ પ્રેક્ટિસ ચાલુ રહેશે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રવક્તા જગત પટેલે જણાવ્યું હતું કે, “ફાઇનલ મેચ પહેલા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે શુક્રવારે સ્ટેડિયમની ઉપર પ્રેક્ટિસ કરવામાં આવી હતી.

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં સામાન્ય રીતે નવ એરક્રાફ્ટ હોય છે અને તેણે દેશભરમાં અનેક એર શો કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button