ટોપ ન્યૂઝનેશનલ

પશ્ચિમ બંગાળમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ; એક દિવસમાં બીજી ઘટના…

કોલકાતા: ગઈ કાલે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર ઇન્ડિયન એરફોર્સનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લેન્ડિંગ દરમિયાન ક્રેશ (Indian Air force Plane Crash) થયું. વિમાનમાં સવાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. વાયુસેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી હતી.

Also read : છત્તીસગઢની ખાણમાં નક્સલીઓએ લગાવેલા આઇઇડી વિસ્ફોટથી મજૂરનું મોતઃ એક ઇજાગ્રસ્ત…

ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આજે બાગડોગરા એરપોર્ટ પર AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ થયું હતું. વિમાનના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.’

સૂત્રોના જણાવ્યા મુજબ ક્રેશ લેન્ડિંગને કારણે એરપોર્ટ પર ફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેશ લેન્ડિંગના કારણની તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

ક્રેશ થયેલું વિમાન વાયુસેનાનું AN-32 વિમાન હતું. આ વિમાનોને ભારતીય વાયુસેનાના પરિવહન કામગીરીની કરોડરજ્જુ માનવામાં આવે છે. AN-32 એ સોવિયેત બનાવટનું લશ્કરી પરિવહન વિમાન છે. તે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

Also read : હિન્દી ભાષાનાં વિરોધ મુદ્દે સ્ટાલિનને અમિત શાહે બતાવ્યો આયનોઃ કહ્યું પહેલા આ કરો….

હરિયાણામાં જગુઆર ફાઇટર જેટ ક્રેશ:
ગઈ કાલે ભારતીય વાયુસેનાના બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતાં. ગઈ કાલે વહેલી સવારે હરિયાણાના પંચકુલા જિલ્લામાં સિસ્ટમ ફેલ્યોરને કારણે એક જગુઆર વિમાન ક્રેશ થયું હતું. પાઇલટે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો, પાઇલોતે વિમાનને રહેઠાણ વિસ્તારથી દૂર વાળ્યું હતું. આ વિમાન અંબાલાથી નિયમિત ટ્રેનીંગ ફ્લાઈટ માટે ઉડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ થઇ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button