
નવી દિલ્હી : ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય વાયુસેના સતત યુદ્ધ અભ્યાસ કરી રહી છે. ત્યારે આજે ભારતીય વાયુસેના પાકિસ્તાનના કરાચી એરસ્પેસની બરાબર સામે યુદ્ધ અભ્યાસ કરવાની છે.
જેમાં વાયુસેનાના અનેક વિમાનો સામેલ થશે. આ અંગે મળતી માહિતી મુજબ આ યુદ્ધ અભ્યાસ ગુજરાત અને રાજસ્થાન સરહદ નજીકના વિસ્તારોમાં કરવામાં આવશે.
નોટમ પણ ઇસ્યુ કરવામાં આવ્યો
ભારતીય વાયુસેના આ યુદ્ધ અભ્યાસ 2 સપ્ટેમ્બર સવારે 11 વાગ્યેથી 3 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યે સુધી આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવશે.
આ યુદ્ધ અભ્યાસ પાકિસ્તાનના કરાચી એર સ્પેસની બરાબર સામે કરવામાં આવશે. ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર આ રુટીન પ્રક્રિયા છે. આ માટે નોટમ પણ ઇસ્યુ કરવામાં આવ્યો છે.
ઓપરેશન સિંદૂર દરમિયાનપાંચ ફાઈટર વિમાનો તોડી પાડ્યા
ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે હાલમાં જ માહિતી આપી હતી કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના પાંચ ફાઈટર વિમાનોને તોડી પાડ્યા હતા.
જેમાં એક વિમાનને લગભગ 3000 કિલોમીટર દુરથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જે જમીન પરથી હવામાં વિમાનને તોડી પાડવાનો સૌથી મોટો રેકોર્ડ છે. જે ભારતીય વાયુસેનાએ હાંસલ કર્યો છે.
આ પણ વાંચો…ભારતીય વાયુસેનાની પોર્ટેબલ હોસ્પિટલનું સફળ પરીક્ષણ,જાણો શું થશે ફાયદા