ભારતીય વાયુસેનાના વડાએ શહબાઝ શરીફ પર કટાક્ષ કર્યો, કહ્યું તેમને મનોહર કહાનીઓ સંભળાવવા દો

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના વડાએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પર કટાક્ષ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે તેમને મનોહર કહાનીઓ સંભળાવવા દો અમે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા છે. તેમણે ઓપરેશન સિંદૂરને સૌથી મહત્વપૂર્ણ લશ્કરી કાર્યવાહી ગણાવી હતી. તેમજ કહ્યું કે આ કાર્યવાહી ભારતની મજબૂત એર ડિફેન્સ ક્ષમતાઓને ઉજાગર કરે છે. વાયુસેનાના વડાએ દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાંચ પાકિસ્તાની F-16 અને JF-17 ફાઇટર જેટને તોડી પાડ્યા હતા. ઓપરેશન સિંદૂર ત્રણેય સેવાઓ વચ્ચેના તાલમેલનું પરિણામ હતું.
બે સ્થળોએ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તબાહ
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે એર ચીફ માર્શલ એપી સિંહે જણાવ્યું કે , જ્યાં સુધી પાકિસ્તાનના નુકસાનનો સવાલ છે. અમે તેમના અનેક હવાઈ મથકો અને પર હુમલો કર્યો. આ હુમલાઓમાં ચાર સ્થળોએ રડાર, બે સ્થળોએ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર અને બે સ્થળોએ રનવેને નુકસાન થયું. જયારે ત્રણ અલગ અલગ સ્ટેશનો પર તેમના ત્રણ હેંગરને નુકસાન થયું.
આ પણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ ભારતની જીત, પાકિસ્તાન ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલની ચેતવણી
S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા
આ ઉપરાંત વાયુસેનાના વડાએ કટાક્ષ કરતાં કહ્યું, તેમને મનોહર કહાનીઓ સંભળાવવા દો. જો તેમણે અમારા 15 વિમાન તોડી પાડ્યા છે તો તેઓ ફરીથી લડવા આવશે ત્યારે તેમને વિશ્વાસ હશે કે અમારી પાસે 15 વિમાન ઓછા હશે. આ પહેલી વાર નથી જ્યારે વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની વિમાન તોડી પાડવાનો દાવો કર્યો હોય. ઓગસ્ટમાં પણ એર ચીફ માર્શલે કહ્યું હતું કે આ વિમાનોને S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.