નેશનલ

પ્રયાગરાજમાં આજે ભારતીય વાયુ સેનાનો એર શો…

પ્રયાગરાજ: પ્રયાગરાજના બમહરૌલીમાં સેન્ટ્રલ એર કમાન્ડના હેડક્વાર્ટર સંકુલમાં ભારતીય વાયુસેનાની 91મી વર્ષગાંઠની ઉજવણીમાં એરફોર્સ પરેડ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, એર માર્શલ આરજીકે કપૂર અને વરિષ્ઠ અધિકારીઓને સંબોધતા ચૌધરીએ કહ્યું હતું કે અમે માત્ર પડકારોનો સામનો જ નથી કર્યો, પરંતુ આ પડકારોને તકોમાં પરિવર્તિત પણ કરી છે. તેમણે કહ્યું હતું કે અમે મહિલા અગ્નિવીર સહિત અગ્નિવીરોની પ્રથમ બેચ અને ત્યારપછીની બેચને સફળતાપૂર્વક એરફોર્સમાં સામેલ કરી છે, જેઓ હાલમાં સ્વ-શિક્ષણ પર વધુ ભાર આપીને મૂળભૂત તાલીમ લઈ રહ્યા છે.’

ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ આજે કહ્યું હતું કે આજના ‘જટિલ’ અને ‘ઝડપથી બદલાતા’ વ્યૂહાત્મક વાતાવરણને ધ્યાનમાં રાખીને, વાયુસેનાએ તેની વ્યૂહરચના સુધારવાની, સર્વાંગી ક્ષમતાઓને વધારવાની અને સંભવિત ભવિષ્યના યુદ્ધો લડવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યએ અમને સ્વદેશી ક્ષમતા વિકસાવીને આયાત પર નિર્ભરતા ઘટાડવાની તક પૂરી પાડી છે.

આ વર્ષે જ ભારતીય વાયુસેનાએ વિશ્વભરના મિત્ર દેશો સાથે આઠ કવાયત હાથ ધરી છે. પ્રથમ વખત સ્વદેશી નિર્મિત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) એ વિદેશી કવાયતમાં ભાગ લીધો છે. દેશની અંદર અમે ઘણા રાજ્યોમાં જંગલની આગ ઓલવવા અને પૂર રાહત કામગીરીમાં સક્રિયપણે સામેલ થયા છીએ. છેલ્લા નવ દાયકામાં ભારતીય વાયુસેના સતત આગળ વધી રહી છે અને તેણે પોતાની જાતને વિશ્વની શ્રેષ્ઠ વાયુસેના તરીકે સ્થાપિત કરી છે, જો ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બવનું હોય તો ભારતીય વાયુસેના માટે પણ શ્રેષ્ઠ દેશોમાંનું એક હોવું જરૂરી છે. આપણે ટેક્નોલોજી અને ઈનોવેશનમાં અગ્રેસર બનવાનો પ્રયાસ કરવો પડશે. આપણે અદ્યતન સંશોધન, વિકાસ અને સંપાદનમાં રોકાણ કરવું પડશે. ઇનોવેશનને આપણા ડીએનએનો એક ભાગ બનાવવો પડશે, જેથી આપણે ઉભરતા જોખમો અને પડકારોનો સરળતાથી સામનો કરી શકીએ.
એક એર અને સ્પેસ ફોર્સ બનવા માટે, આપણે સ્પેસ સેક્ટરના મહત્વને ઓળખવું પડશે અને અમારી અવકાશ ક્ષમતાઓને સતત વિકસિત કરવી પડશે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને આપણે આવનારા તમામ નવા પડકારોનો સામનો આપણી શિસ્ત અને સંસ્કૃતિને જાળવીને કરવાનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button