નેશનલ

National Youth Day 2024: ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે યુવાનો

નવી દિલ્હીઃ આજે આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. 1984 માં, ભારત સરકારે આ દિવસને પ્રથમ વખત ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. સ્વામી વિવેકાનંદ દ્વારા કરવામાં આવેલ કાર્ય અને ભારતીય તત્વજ્ઞાનને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે દર વર્ષે 12મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આપણે કેટલાક રસપ્રદ આંકડા જાણીએ.

ભારતને યુવાનોનો દેશ કહેવામાં આવે છે, કારણ કે આપણી પાસે વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી છે. યુએન દ્વારા 15 થી 24 વર્ષની વયના લોકોને યુવાન ગણવામાં આવે છે. કેટલી વર્ષની વયના વ્યક્તિને યુવાન ગણવી એ અંગે કોઇ ચોક્કસ માપદંડ નથી. આપણે ત્યાં બાળપણ અને પુખ્તાવસ્થા વચ્ચેના સમયગાળાને કિશોરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. યુવાન હોવાની વ્યાખ્યા સમય, સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે બદલાયા કરે છે.


યુનાઈટેડ નેશન્સની ઘણી સંસ્થાઓમાં 15-32 વર્ષની વયને યુવા ગણવામાં આવે છે અને આફ્રિકાના યુથ ચાર્ટરમાં 15-35 વર્ષની વ્યક્તિને યુવા ગણવામાં આવે છે. આપણા દેશમાં હાલમાં 15 થી 29 વર્ષની વય જૂથની વ્યક્તિને યુવા ગણવામાં આવે છે. અગાઉ 13-35 વર્ષની વ્યક્તિને યુવા ગણવામાં આવતી હતી. આફ્રિકાના મોટા ભાગના વિસ્તારોમાં 12 થી 30 અથવા 35 વર્ષની વયની વ્યક્તિને યુવા ગણવામાં આવે છે, તો નાઇજીરીયામાં 18-35 વર્ષની વયના વિયેતનામમાં, 15 થી 35 વર્ષની વયના લોકો યુવાન ગણાય છે. બ્રાઝિલમાં 15 થી 29 વર્ષની વયના લોકો માટે ‘યુવા’ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ) અનુસાર વિશ્વમાં યુવાનોની વસ્તી 120 કરોડથી વધુ છે. વિશ્વમાં લગભગ છમાંથી એક વ્યક્તિની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે છે. આમાંના મોટાભાગના લોકો વિકાસશીલ દેશોમાં રહે છે. વિશ્વની સૌથી વધુ યુવા વસતી ભારતમાં છે. 1991માં દેશમાં યુવાનોની વસ્તી 22.27 કરોડ હતી જે 2001 સુધીમાં વધીને 27.34 કરોડ થઇ હતી. 2011માં યુવાનોની વસ્તી વધીને 33.33 કરોડ થઈ હતી અને 2016માં આ આંકડો વધીને 35.96 કરોડ થઇ ગયો હતો. હાલમાં દેશમાં યુવાનોની વસ્તી 37.14 કરોડ છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker