IPL 2024નેશનલસ્પોર્ટસ

ભારત વર્લ્ડકપ જીતશે, સચિન પાયલટનો મોટો દાવો…

ટોંક: રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પણ ક્રિકેટના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. ટોંક વિધાનસભાના જનસંપર્ક દરમિયાન ભરણી ગામમાં આયોજિત ક્રિકેટ સ્પર્ધાના સમાપનમાં ગયા ત્યારે પાયલટે મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે 19 નવેમ્બર એટલે કે આજે યોજાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપ જીતશે.

સચિન પાયલટે ક્રિકેટ સ્પર્ધાના સમાપન સમયે તેમણે કહ્યું હતું કે ભારત જે રીતે પ્રદર્શન કરી રહ્યું છે તે જોઇને કોઇ પણને થાય કે ભારત વર્લ્ડ કપ જીતશે. તેમજ ભારત જીતે તે માટે ભારતના કરોડો લોકો પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે વિધાનસભા ચૂંટણી માટે પણ દાવો કર્યો હતો કે તેમની કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે. કારણકે હવે સામાન્ય લોકોમાં કોંગ્રેસ તરફ ઘણો ઝુકાવ છે.


ભરતપુરમાં પીએમ મોદી દ્વારા પાયલટ અને ગેહલોતના એક સાથે ફોટાને લઈને આપવામાં આવેલા નિવેદન પર પાયલટને સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે મોદીના આ નિવેદનને કોઈ મહત્વ આપ્યું નહોતું. તેમણે કહ્યું હતું કે મારે આ બાબતે કોઇ ટીપ્પણી કરવી નથી. પરંતુ કોંગ્રેસ સામુહિક રીતે ચૂંટણી લડી રહી છે અને કોંગ્રેસ ફરી સત્તામાં આવશે જ. તેમજ અત્યાર સુધી કોંગ્રેસની આ જ રણનીતિ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button