નેશનલ

ભારતે સિરીઝ ૨-૧થી જીતી

રાજકોટ: ભારત અહીં બુધવારે રમાયેલી ત્રીજી એક દિવસીય મેચ ૬૬થી હારી ગયું હતું પણ શ્રેણી ૨-૧થી જીતી ગયું હતું. ભારતે ૪૯.૪ ઓવરમાં ૨૮૬ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ૮૧, વિરાટ કોહલીએ ૫૬ રન કર્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને ૩૫૨ રન બનાવ્યા હતા. મિશેલ માર્શે ૮૪ બોલમાં ૧૩ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૯૬ રનની ઇનિંગ રમી હતી. જ્યારે ડેવિડ વોર્નરે ૫૬ રન, સ્ટીવ સ્મિથે ૭૪ રન અને માર્નસ લાબુશેને ૭૨ રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ઓપનર ડેવિડ વોર્નરે ૩૨ બોલમાં અડધી સદી ફટકારી હતી અને ૫૬ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી મિશેલ માર્શે પણ અડધી સદી ફટકારી હતી. જોકે, તે ૯૬ રન બનાવીને આઉટ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button