નેશનલ

રાંચી ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે વિજય

3-1ની અજેય સરસાઇ મેળવી

રાંચી: રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઇગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગીદારી કરી હતી. જુરેલ 39 રન અને શુભમન 52 રન કરીને અણનમ રહ્યો હતો. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 55 રનની ઇનિંગ રમી હતી.
ઇગ્લેન્ડની બેઝબોલ રણનીતિ ભારતમાં નિષ્ફળ રહી હતી. ભારતીય ટીમે ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ સીરિઝ જીતી હતી. જીતવા માટેના 192 રનના ટાર્ગેટનો પીછો કરતા આજે ભારતે ગઈકાલના સ્કોર 40 રનથી આગળ રમવાનું શ કર્યું હતું. ઓપનર યશસ્વી જયસ્વાલ (44 બોલમાં 37
રન) અને કેપ્ટન રોહિત શર્મા (81 બોલમાં 55 રન)એ પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. તેમની બંને વિકેટ પડી ગયા બાદ રજત પાટીદાર અને રવિન્દ્ર જાડેજા પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા પરંતુ શુભમન ગિલ (અણનમ 52) અને ધ્રુવ જુરેલ (અણનમ 39)એ 72 રનની ભાગીદારી કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.
ભારતે શ્રેણી 3-1થી જીતી લીધી હતી. સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ સાત માર્ચથી ધર્મશાલામાં રમાશે. ભારતીય ટીમ છેલ્લે 2012-13માં ઘરઆંગણે એલિસ્ટર કૂકની કેપ્ટનશિપ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ સામે હારી હતી. ત્યારથી ભારતે તેની યજમાનીમાં 50માંથી 39 ટેસ્ટ જીતી છે.
આ જીત સાથે ભારતે ઈંગ્લેન્ડની આક્રમક બેઝબોલ' રમતની રણનીતિ પણ નિષ્ફળ સાબિત કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી ઈંગ્લેન્ડની જીતનો મંત્ર સાબિત થયેલી આ શૈલીની હવે ઘણી ટીકા થઈ રહી છે. બ્રેન્ડન મેક્કુલમ કોચ અને બેન સ્ટોક્સ કેપ્ટન બન્યા ત્યારથી દરેક પરિસ્થિતિમાં આક્રમક રીતે રમવાની ઈંગ્લેન્ડની રણનીતિનેબેઝબોલ’ કહેવામાં આવે છે.
ભારતના યુવા ખેલાડીઓ સરફરાઝ ખાન, જુરેલ અને ફાસ્ટ બોલર આકાશ દીપે શાનદાર પ્રદર્શન કર્યું હતું જુરેલે ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 90 રન અને બીજી ટેસ્ટમાં અણનમ 39 રન કર્યા હતા. સ્પિનર ટોમ હાર્ટલે રોહિતની વિકેટ લીધી હતી. સ્પિનર શોએબ બશીરે રજત પાટીદાર (0)ને પેવેલિયન મોકલ્યો હતો. રોહિતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ નવ હજાર રન પૂરા કર્યા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”