નેશનલ

ભારત હાલના સમયગાળામાં હરણફાળ ભરશે આપણે દિવસમાં ૨૪ કલાક કામ કરવું જોઈએ: મોદી

નવી દિલ્હી : હાલના સમયગાળામાં ભારત હરણફાળ ભરશે એવો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુવાન પેઢીનું એવી રીતે ઘડતર કરવામાં આવે જેથી તે દેશને નેતૃત્વ આપી શકે અને બીજી બધી બાબતોને ગૌણ માનીને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપે.

’ટશસતશિં ઇવફફિિં૨૦૪૭; વોઈસ ઓફ યુથ’ નામની પહેલને લોન્ચ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ભારતની યુવાશક્તિ એ પરિવર્તનની એજન્ટ સાથે પરિવર્તનની લાભાર્થી પણ છે. આ પહેલનો હેતુ યુવાનો વિકસિત ભારતના વિઝનમાં નવી વિભાવના આપી શકે એ માટેનો મંચ પૂરો પાડવાનો છે.

તેમણે કહ્યું હતું કે કોઈ પણ દેશના જીવનકાળમાં ઈતિહાસ એક સમયગાળો એવો દે છે જેમાં આપણે વિકાસયાત્રામાં હરણફાળ ભરી શકીએ. ભારતમાં હાલમાં અમૃતકાળ ચાલે છે અને દેશના ઈતિહાસમાં આજ સમય છે જ્યારે દેશ હનુમાનકૂદકો મારે. અમૃતકાળની દરેક ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. સવારે સાડાદસ વાગ્યાથી બધા રાજભવનોમાં વર્કશોપ આયોજિત કરાઈ હતી છે અને આમાં બધી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને સંસ્થાના વડા અને ફેકલ્ટી મેમ્બરે હાજરી આપી હતી . મોદીએ વર્કશોપનું સંબોધન કર્યું હતું.

મોદીએ કહ્યું હતું કે દેશના નાગરિકો તરીકે આપણી પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. આપણી સમક્ષ ૨૫ વર્ષનો અમૃતકાળ છે. આપણે દિવસમાં ૨૪ કલાક કામ કરવું જોઈએ. યુવાન પેઢીનું એવી રીતે ઘડતર કરવામાં આવે જેથી તે દેશને નેતૃત્વ આપી શકે અને બીજી બધી બાબતોને ગૌણ માનીને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપે.

ભારતની વધતી વસતીમાં યુવાનો બળ પ્રદાન કરે છે. આગામી ૨૫-૩૦ વર્ષમાં ભારત કામ કરવાની વયવાળી વસતિમાં મોખરે પહોંચી જશે અને વિશ્ર્વ એને માન્યતા આપશે. કોલેજ અને વિદ્યાપીઠોમાં યુવાનોની કારકિર્દી માટે આગામી ૨૫ વર્ષ નિર્ણાયક બની જશે. યુવાનો નવા કુટંબો અને નવા સમાજોનું નિર્માણ કરશે. વિકસિત ભારત કેવું હોવું જોઈએ એનો નિર્ણય કરવાનો યુવાનોને અધિકાર છે. સરકાર વિકસિત ભારતના એકશન પ્લાનમાં દરેક યુવાનને જોડવા માગે છે, એમ મોદીએ ઉમેર્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ