નેશનલ

Weather update: વરસાદને વિરામ નથી: આગામી 48 કલાકમાં વરસાદની શક્યતા

મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતમાં ઠંડી વધી

નવી દિલ્હી: દેશમાં મોટાભાગના રાજ્યમાં તપમાનમાં ઘટાડો થયો છે. મિચોંગ વાવાઝોડાની અસર ઓછી થવા છતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે પણ વરસાદની શક્યતાઓ છે. દેશમાં 13થી 16 ડિસેમ્બર દરમીયાન વરસાદની શક્યતા છે. ઇશાન ભારત અને દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતાઓ વધુ છે. પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. તામિલનાડૂ અને આસામ સહિત કેટલાંક વિસ્તારોમાં આજે વરસાદ થવાની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા બે દિવસોમાં કેરલ અને માહેમાં વરસાદની શક્યતાઓ છે. આઇએમડી દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ દિલ્હીનું તાપમાન વધુ ઘટશે.અને સવારે ધુમ્મસની પણ શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં ઠંડીની લહેર આવી છે. ઉત્તરમાંથી આવનારા ઠંડા પવનોને કારણે તાપમાન વધુ ઘટવાની શક્યતાઓ છે. કોકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાંક સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેશે.


હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આજે 13મી ડિસેમ્બર 2023ના રોજ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મઇણપૂર, મિઝોરમ અને ત્રિપુરામાં 13 અને 14મી ડિસેમ્બરના રોજ ધુમ્મસ પડશે. આ રાજ્યો ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ ધુમ્મસભર્યુ વાતાવરણ રહેશે. આઇએમડીની આગાહી મુજબ 16મી ડિસેમ્બરના રોજ દક્ષિણમાં આવેલ તામિલનાડૂ અને પુડુચેરીમાં મૂશળધાર વરસાદની શક્યતાઓ રહેલી છે.


પાછલાં ચાર દિવસથી દેશના તાપમાનમાં મોટો ઘટાડો થયો છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત હિમાલયન વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતાઓ છે. દક્ષિણ ભારતમાં આદે વરસાદની શક્યતાઓ છે. જોરે મહારાષ્ટ્રમાં આકાશ સાફ દેખાશે. તામિલનાડૂ, કરાઇકલ, કેરલ, પોડુચેરી અને લક્ષદ્વિપમાં આજે કેટલાંક સ્થળોએ મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ચેન્નઇમાં પણ આજે વિજળીના કડારા સાથે વરસાદની શક્યતાઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button