
નવી દિલ્હી: વર્લ્ડ કપ બાદ ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમો હવે T20 સિરીઝમાં ટકરાવા માટે એકદમ તૈયાર છે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ 11ની ઘોષણા પણ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા 5 મેચની T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાને હોસ્ટ કરી રહી છે. આ સિરીઝ 23મી નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે સૂર્યકુમાર યાદવ, જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની કમાન અનુભવી વિકેટકીપર મેથ્યુ વેડને સોંપવામાં આવી છે.
પણ આ બધા વચ્ચે મેચને લઈને એક મહત્વની માહિતી સામે આવી રહી છે. આ માહિતી મેચના પ્રસારણ સંબંધિત છે. મળી રહેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી તમે ICC વર્લ્ડકપ 2023ની મેચ સ્ટાર સ્પોર્ટ્સ પર ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહી હતી અને ડિઝની હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી T-20 સિરીઝ મેચનો આનંદ ઉઠાવવામાં માટે હવે તમારે ચેનલ બદલવી પડશે.
આ મેચ તમે હવે સ્પોર્ટ્સ 18 ચેનલ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની T20 શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો. આ ઉપરાંત ક્રિકેટપ્રેમીઓ આ મેચનું લાઈવ મેચ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર પણ જોઈ શકશે.
ભારતીય પસંદગીકારો દ્વારા જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં વર્લ્ડકપમાં રમી ચૂકેલા 4 ખેલાડીઓ T-20 સિરીઝમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. ઋતુરાજ ગાયકવાડને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે શ્રેયસ અય્યરને પ્રથમ ત્રણ મેચમાં આરામ આપવામાં આવ્યો છે અને અય્યર છેલ્લી બે મેચમાં વાઇસ કેપ્ટન તરીકે ટીમમાં કમબેક કરશે. આ સિરીઝ માટે ટીમમાં જીતેશ શર્મા અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં બે વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સિરીઝ આવતીકાલથી એટલે કે 23મી નવેમ્બરથી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T-20 શ્રેણી વિશાખાપટ્ટનમ, તિરુવનંતપુરમ, ગુવાહાટી, રાયપુર અને બેંગલુરુમાં રમાશે અને તે સાંજે 7 વાગ્યાથી રમાશે.