નેશનલ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એઇમ્સમાં દાખલ, પીએમ મોદીએ મુલાકાત લઈ ખબર પૂછયા

નવી દિલ્હી : દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રવિવારે સવારે AIIMS માં દાખલ કરવામાં આવ્યા હતા .હાલમાં તેમની તબિયત સ્થિર છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વાસ્થ્યની પૂછપરછ માટે એઇમ્સની મુલાકાત લીધી હતી.તેની બાદ પીએમએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, એઇમ્સની મુલાકાત લીધી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હૉસ્પિટલમાં દાખલઃ જે પી નડ્ડા પહોચ્યા ખબર પૂછવા

ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની નજર રાખી રહી છે

સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રાત્રે 2 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની નજર રાખી રહી છે. તેમને એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા છે.

જેપી નડ્ડાએ પણ ખબર અંતર પૂછ્યા

સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની હાલત સ્થિર છે અને તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ધનખડને એઇમ્સમાં દાખલ કર્યા પછી તરત જ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા એઇમ્સ પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button