નેશનલ

ભારત અમેરિકા ટ્રેડ ડીલથી 30 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના દ્વાર ખુલ્યા, હીરા અને દવા પર ઝીરો ટેરિફ

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે દેશને વિકસિત કરવાની દિશાના આ ડીલ મહત્વપૂર્ણ સાબિત થશે. તેમજ ભારત અને અમેરિકા વચ્ચે 500 અરબ ડોલરની વેપાર સમજુતી કરવામાં આવી છે. આ ડીલ બંને દેશો વચ્ચે આર્થિક સબંધોનો એક નવો અધ્યાય છે.

તેમજ ભારતીય નિકાસકારોને અમેરિકાના બજારમાં પ્રવેશવાની ઉમદા તક છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલ હેઠળ અમેરિકામાં ઘણી મુખ્ય વસ્તુઓની નિકાસ પર ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. જેમાં રત્ન અને ઘરેણાં, તેમજ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને હવે ડ્યુટી-ફ્રી ઍક્સેસ મળશે.

આપણ વાચો: ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ‘ટ્રેડ ડીલ’: વિદેશી ફર્મનો ટેરિફ મુદ્દે મોટો દાવો

ભારતના નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના દ્વાર ખુલ્યા

આ અંગે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતના નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના દ્વાર ખુલ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે જે સંયુક્ત નિવેદન આવ્યું છે તે વિશ્વ સમક્ષ મુકવામાં આવ્યું છે.

તેનું સ્વાગત કરવામાં આવ્યું છે. ગોયલે કહ્યું આજનો દિવસ ભારતના ઈતિહાસના સ્વર્ણિમ અક્ષરથી લખવામાં આવશે. સમગ્ર દેશના ઉત્સાહ છે આજનો દિવસ વિકસિત ભારત માટે પણ મહત્વનો છે.

રત્ન અને ઘરેણાં તેમજ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો હવે ડ્યુટી-ફ્રી

વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ હેઠળ અમેરિકામાં ઘણી મુખ્ય વસ્તુઓની નિકાસ પર ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. જેમાં રત્ન અને ઘરેણાં, તેમજ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને હવે ડ્યુટી-ફ્રી ઍક્સેસ મળશે. જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતામાં વધારો કરશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને બળ આપશે.

આપણ વાચો: કવર સ્ટોરી: ખેંચતાણ ખેડૂતો માટે? લો, ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજી તો વોટબેન્ક માટે!

ફળો અને શાકભાજીની પણ ડ્યુટી-ફ્રી નિકાસ

પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં, ઘણા ભારતીય ઉત્પાદનો હવે ડ્યુટી વિના અમેરિકાના નિકાસ કરવામાં આવશે. આમાં ચા, મસાલા, નાળિયેર તેલ, વનસ્પતિ મીણ, સોપારી, બ્રાઝિલ બદામ, ચેસ્ટનટ અને વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે.

પિયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, શાકભાજીના બી, અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, કોકો ઉત્પાદનો, તલ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસને પણ ડ્યુટી-ફ્રી પારસ્પરિક ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે અને હવે તેઓ અમેરિકન બજારમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ કરશે.

ટ્રેડ ડીલ ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડતી નથી

ગોયલે ભાર મૂક્યો કે ભારતના ઘણા કૃષિ ઉત્પાદનો પણ ઝીરો ડ્યુટી સાથે યુએસ બજારમાં પ્રવેશ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રેડ ડીલ ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડતી નથી અને નિકાસની તકોનો વિસ્તાર કરતી વખતે તેમની આજીવિકાનું રક્ષણ કરવાનો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button