નેશનલ

ટનલમાં ફસાયેલા મજૂરોને છેક નવ દિવસે મળ્યું….

ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગ તૂટી પડતાં 41 મજૂરો છેલ્લા 9 દિવસથી ફસાયેલા છે. રેસ્ક્યુ ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે પરંતુ હજુ સુધી તેમને બહાર કાઢી શકી નથી. તેમજ બચાવ કામગીરીમાં પણ કંઈ ને કંઈ પ્રશ્નો ઉભા થાય છે. ટનલની ઉપરથી બાજુએ એટલો કાટમાળ છે કે મજૂરોને બહાર કાઢવા કરતા તેમને કેવી રીતે જીવતા રાખી શકાય તે વધારે મહત્વનું છે.

જેના માટે 20 નવેમ્બરના રોજ જે છ ઇંચની પાઇપલાઇન મજૂરો સુધી પહોંચાડી છે તેના દ્વારા પહેલીવાર મજૂરો સુધી ગરમ ખોરાક પહોંચાડી શકાયો હતો. રેસ્ક્યુ ટીમે આ પાઈપ દ્વારા આ કામદારોને બોટલમાં ગરમ ​​ખીચડી મોકલી હતી. આટલા દિવસોથી યોગ્ય ભોજન ન મળવાને કારણે મજૂરો નબળા પડી ગયા છે.


નવ દિવસમાં પહેલીવાર મજૂરોને ગરમ ખાવાનું મળ્યું હતું. ત્યારે આટલા દિવસથી કંઈ જમ્યા ના હોવાના કારણે મજૂરોને એકદમ ભારે ખોરાક આપો શકાય નહિ આથી તેમને ડોકટરની સલાહ પ્રમાણે ગરમ ખીચડી અને હળવો ખોરાક મોકલવામાં આવ્યો હતો.


નોંધનીય છે કે બ્રહ્મખાલ-યમુનોત્રી હાઈવે પર બની રહેલો 4.5 કિમી લાંબી સિલ્ક્યારા ટનલનો એક ભાગ 12 નવેમ્બરે ધસી પાડ્યો હતો. ચારધામ પ્રોજેક્ટ હેઠળ આ ટનલ બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને દાંડલગાંવ વચ્ચે બનાવવામાં આવી રહી છે. આ અકસ્માત 12 નવેમ્બરે સવારે 4 વાગ્યે થયો હતો. ટનલના એન્ટ્રી પોઈન્ટના 200 મીટરની અંદર 60 મીટર સુધી માટી ધસી ગઈ હતી. જેમાં 41 મજૂરો અંદર ફસાઈ ગયા હતા.


ઓપરેશનના ઇન્ચાર્જને જણાવ્યું હતું કે હાલ માં પાઇપલાઈન દ્વારા અમે ટનલની અંદર ખોરાક, મોબાઈલ અને ચાર્જર મોકલી શકીએ છીએ.


તેમજ ખોરાક માટે કેળા, સફરજન, ખીચડી અને દલિયા મોકલીએ છીએ જ પચવામાં પણ હલકા હોય છે.
અંદર ફસાયેલા મજૂરો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે. આ મજૂરોમાંથી એકને અસ્થમા અને બીજા મજૂરને ડાયાબિટીસ છે. તેમને દરરોજ પાઈપ દ્વારા દવાઓ પણ મોકલવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button