India Tourism : ભારતનો પ્રવાસન ઉદ્યોગનું કદ 10 વર્ષમાં બમણું થશે, આટલા લોકોને આપશે રોજગાર…
નવી દિલ્હી: ભારતમાં સતત વધી રહેલા પ્રવાસન (Indian Tourism Sector)સ્થળો દેશ- વિદેશના પર્યટકોને આકર્ષી રહ્યા છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલ ના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી જુલિયા સિમ્પસે જણાવ્યું છે કે, આગામી 10 વર્ષમાં ભારતના પ્રવાસન ક્ષેત્રનું કદ બમણું થઈને 523 બિલિયન ડોલર થવાની ધારણા છે. WTTC મુસાફરી અને પ્રવાસન ઉદ્યોગના મુદ્દાઓ પર સરકારો સાથે કામ કરે છે અને તે ક્ષેત્રના આર્થિક અને સામાજિક યોગદાન પર વૈશ્વિક સત્તા છે. ટ્રાવેલ અને ટુરીઝમ સેક્ટર ભારતમાં 45 મિલિયન લોકોને રોજગારી આપે છે અને તે મૂલ્યની દ્રષ્ટિએ બમણું થવા જઈ રહ્યું છે.સિમ્પસને જણાવ્યું હતું. ભારતમાં આ ક્ષેત્ર આગામી 10 વર્ષમાં 523 બિલિયન ડોલર થઈ જશે.જે હાલના 256 બિલિયન ડોલરના કદ કરતાં બમણા કરતાં વધુ છે.
આ પણ વાંચો : ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ‘ગબ્બર સિંહ’ વિજય ખરેનું 72 વર્ષની વયે નિધન…
6.3 કરોડ લોકોને રોજગાર મળશે
તેમણે કહ્યું, 10 વર્ષમાં ભારતમાં પ્રવાસન ક્ષેત્ર 6.3 કરોડ લોકોને રોજગાર આપશે. સિમ્પસને કહ્યું કે ભારત વિશ્વના સૌથી સુંદર અને અદ્ભુત દેશોમાંનો એક છે. પ્રવાસીઓ અને મુલાકાતીઓ સદીઓથી તેના દરિયાકિનારા અને અદ્ભુત શહેરો તરફ આકર્ષાયા છે. તેમણે કહ્યું કે ભારત હંમેશા વિશ્વનું સ્વાગત કરે છે અને ભારતીય આતિથ્ય અતુલ્ય છે. તેમણે કહ્યું, ભારતીય અર્થવ્યવસ્થામાં પ્રવાસનનો હિસ્સો લગભગ સાત ટકા છે અને 2019માં લગભગ 211 બિલિયન ડોલર હતો. હવે તેનું કદ 256 બિલિયન ડોલર છે અને ભારતમાં 45 મિલિયન લોકોને રોજગારી આપે છે.
વધુ પ્રવાસીઓ દરિયાની નજીકના વિસ્તારોમાં આવે છે
આ ઉપરાંત એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે લગભગ 50 ટકા વૈશ્વિક પર્યટન દરિયાકાંઠાના રિસોર્ટ અને સમુદ્રની નજીકના વિસ્તારોમાં થાય છે. લોકો દરિયાકિનારાની મુલાકાત લેવા અને આકર્ષક વોટર સ્પોર્ટ્સનો આનંદ માણવા માંગે છે. જો કે, દરિયાકાંઠાના વિસ્તારો હવામાનમાં ફેરફારો અને દરિયાની સપાટીમાં વધારો થવાના સંદર્ભમાં ગ્લોબલ વોર્મિંગ માટે ખૂબ જ સંવેદનશીલ છે.
આ પણ વાંચો : રાજકીય પીચ પર જ નહીં, ક્રિકેટના મેદાનમાં પણ છવાયા અનુરાગ ઠાકુર
તેમણે કહ્યું કે ડબલ્યુટીટીસીએ તાજેતરમાં દરિયાકાંઠાના વિસ્તારોને સુરક્ષિત કરવામાં મદદ કરવા માટેના પગલાં અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. જો તમે મિયામી જેવા સ્થળો પર નજર નાખો તો તેઓ તેમના દરિયાકિનારાને મજબૂત કરવા માટે ઘણું રોકાણ કરી રહ્યા છે. તેમની પાસે સારી એલર્ટ સિસ્ટમ છે અને જે પડકારજનક હવામાન બદલાવ માટે પ્રતિરોધક છે. સિમ્પસને કહ્યું, “હું જાણું છું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાયુ પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારત વિશ્વની સૌથી અદ્યતન વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાંની એક બનવા જઈ રહી છે.