2024માં સૌથી વધુ Gold Purchase કરનારાઓમાં India છે આટલામાં નંબરે…
દુનિયાભરમાં ચાલી રહેલાં ભૂરાજનીતિક તણાવ વચ્ચે સેન્ટ્રલ બેંકોએ સોનુ ખરીદવાનું પ્રમાણ વધારી દીધું છે. વર્તમાન પરિસ્થિતિમાં તમામ દેશોની કેન્દ્રિય બેંકો પોતાના સોનાના ખજાનામાં વૃદ્ધિ કરવાની હોડમાં છે. આ હોડમાં ભારત કયા નંબર પર છે એની વાત કરીએ તો એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એપ્રિલ-જૂન 2024માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India) સંયુક્તરૂપે પહેલાં સ્થાને પહોંચી ગયું છે. આવો જોઈએ કેટલું સોનુ ખરીદ્યું છે આરબીઆઈએ-
સોનાની આ ખરીદી કેટલા મોટા પ્રમાણમાં કરાઈ રહી છે એનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે આ બેંકોએ આ વર્ષે પહેલાં છ મહિનામાં જ 483 ટન સોનુ ખરીદ્યું છે, જે એક નવો વિક્રમ છે. જાન્યુઆરીથી જૂન વચ્ચે ગયા વર્ષે આ પ્રમાણ 460 ટન હતું, જેમાં આ વર્ષે 5 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે.
વાત કરીએ આ વર્ષના પહેલાં બે ત્રિમાસિક સત્રની તો 2024ના બીજા ત્રિમાસિક સમયગાળો એટલે કે કે એપ્રિલથી જૂન વચ્ચે દુનિયાભરની સેન્ટ્રલ બેંકોએ 183 ટન સોનુ ખરીદ્યું છે. ગયા વર્ષના આ સમયગાળામાં ખરીદાયેલા સોના કરતાં આ પ્રમાણ છ ટકા વધારે છે. જોકે, આ આંકડો 2024ના પહેલાં ત્રણ મહિનાની સરખામણીએ ઓછો છો. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે કેન્દ્રિય બેંકોએ 300 સોનુ ખરીદ્યું હતું.
આ પણ વાંચો : આ એક ભૂલને કારણે બેંકોએ ગ્રાહકો પાસેથી વસુલ્યા રૂ. 84950000000…તમે પણ નથી કરતાં ને?
હવે વાત કરી કરીએ કે બીજા ત્રિમાસિક સમયગાળામાં સૌથી વધુ સોનુ ખરીદનારી કેન્દ્રિય બેંકોમાં કઈ બેંકો આગળ છે એની તો ડેટા પ્રમાણે નેશનલ બેંક ઓફ પોલેન્ડ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સંયુક્તરૂપે પહેલાં નંબર પર છે, કારણ કે બંનેએ 19-19 ટન સોનુ ખરીદ્યું છે. બીજા નંબર પર 15 ટન સોના સાથે તૂર્કેંયનું નામ છે. આ સિવાય જોર્ડન, કતાર, રશિયા, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, ઈરાક અને ચેક રિપબ્લિકની સેન્ટ્રલ બેંકોએ પણ બીજા ત્રિમાસિક ગાળામાં મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી છે. જ્યારે પડોશી દેશ ચીને સોનાની ખરીદીનું પ્રમાણ ઘટાડી દીધું છે.