નેશનલ

ભારત ઓસ્કર માટે મલયાલમ ફિલ્મ મોકલશે

નવી દિલ્હી: ઓસ્કર ઍવોર્ડ મેળવવો એ એક બહું મોટી ઉપલબ્ધિ છે ત્યારે છેલ્લે નાટુ નાટુ સોંગને ઓરિજનલ સોંગ તરીકે ઓસ્કર મળ્યો હતો. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ભારતીય ફિલ્મો માટે અરજીઓ આમંત્રિત કરી હતી જેને ૯૬માં ઍકેડેમી ઍવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સામેલ કરી શકાય.

જે ભારતીય ફિલ્મોને અરજીઓ મળી હતી તેમાં ‘ધ કેરાલા સ્ટોરી’, ‘બાલાગમ’, ‘ઝ્વેઇગોટો’ અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવા નામો સામેલ હતા. પણ ‘૨૦૧૮: એવરીવન ઈઝ અ હીરો’ આ રેસ જીતી ગયું હતું. આ ફિલ્મને ભારતમાંથી ઓસ્કરમાં મોકલવા માટે પસંદ કરવામાં આવી છે.

‘એવરીવન ઈઝ અ હીરો’ને ઓસ્કર ૨૦૨૪ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી મળી છે.

મતલબ કે આ ફિલ્મ ૨૦૨૪માં યોજાનાર ઍકેડમી ઍવોર્ડ્સમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ
કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button