નવી દિલ્હીઃ સંરક્ષણ ક્ષેત્રે ભારત સરકાર નિરંતર પોતાની સૈન્ય અને શસ્ત્રોની ક્ષમતામાં વધારો કરી રહ્યું છે ત્યારે હવે ત્રણેય દળમાં એડવાન્સ આધુનિક હથિયારોનો સમાવેશ કરવામાં સજ્જ બન્યું છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા જઈ રહી છે ત્યારે બે મેગા કોમ્બેટ ફાઈટર પ્લેન અને લાઇટ હેલિકોપ્ટર ડીલ સહિત લગભગ 2 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ મુદ્દે મહત્ત્વની ચર્ચા કરવા માટે આજે બેઠક યોજી હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ત્રણેય સેનાના ટોચના સૈન્ય અધિકારીઓએ હાજરી આપી હતી. આ મીટિંગના એજન્ડામાં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સમાં 97 લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માર્ક એવન ખરીદવા અને 84 Su-30MKIને અપગ્રેડ કરવાનો ભારતનો અત્યાર સુધીનો ઐતિહાસિક સોદાનો સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત આ યોજનામાં 400 ટાવર આર્ટિલરી ગન સિસ્ટમ ખરીદવાનો પણ સમાવેશ થાય છે, જેનો ખર્ચ અંદાજે રુપિયા 6,500 કરોડ થવાની સંભાવના છે. બેઠકમાં ચર્ચા માટે ભારતીય સેના પાસે એસોલ્ટ રાઈફલ્સ અને બખ્તરબંધ અંગત જહાજોની ખરીદી સંબંધિત પ્રસ્તાવનો સમાવેશ કરવામાં આવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, ભારતીય નૌકાદળ માટે સ્વદેશી મિડિયમ રેન્જની દરિયાની સપાટીથી હવામાં મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્વદેશીકરણ માટેના એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો એક ભાગ છે.
આ બંને પ્રોજેક્ટને મેક ઈન ઈન્ડિયા તરીકે લાગુ કરવાની યોજના છે. મેક ઈન ઈન્ડિયા ભારતીય સૈન્ય ઉદ્યોગ માટે વિશાળ નિકાસ શક્યતાઓના દરવાજા ખોલવાની પણ અપેક્ષા છે. સંરક્ષણ મંત્રાલયનો બીજો પ્રોજેક્ટ 156 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડને હસ્તગત કરવાની યોજના છે. તેને બે ભાગો એટલે કે આર્મી અને એરફોર્સ વચ્ચે વહેંચવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને