નેશનલ

અમેરિકા અને ભારતના આ સોદાથી ચીનની ચિંતા વધી: નેવીની વધશે તાકાત!

નવી દિલ્હી: ઇંડિયન નેવીની ગણતરી વિશ્વની ટોચની 10 નેવીમાં થાય છે. હવે તેની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં ભારત અમેરિકા પાસેથી 53 MK-54 હળવા વજનના ટોર્પિડો ખરીદવા જઈ રહ્યું છે. જેની કિંમત 175 મિલિયન ડોલર છે. આ ટોર્પિડો ભારતના નવા MH-60R Seahawk હેલિકોપ્ટર માટે છે. બાઈડન પ્રશાસનનું કહેવું છે કે આ સોદાથી બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી મળશે.

અમેરિકાનું કહેવું છે કે ભારત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. નવા ટોર્પિડોથી ભારતની નૌકાદળ વધુ મજબૂત બનશે અને સબમરીનના જોખમોનો સામનો કરી શકશે. ભારતે માર્ચમાં છ MH-60R સીહોક હેલિકોપ્ટરનો સમાવેશ કર્યો હતો. આ હેલિકોપ્ટર હેલફાયર મિસાઇલ, MK-54 ટોર્પિડો અને પ્રિસિઝન-કીલ રોકેટથી સજ્જ છે. આવતા વર્ષ સુધીમાં ભારતને વધુ 24 સીહોક મળવાના છે. આ તમામ હેલિકોપ્ટર ફેબ્રુઆરી 2020માં થયેલા રૂ. 15,157 કરોડના સોદાનો ભાગ છે.

સીહોક હેલિકોપ્ટર ખૂબ આધુનિક છે અને તેમાં મલ્ટી-મોડ રડાર અને નાઇટ-વિઝન ટૂલ પણ ઉપલબ્ધ છે. આ હેલિકોપ્ટર યુદ્ધ જહાજોથી સંચાલિત કરી શકાય છે. નેવીના અધિકારીઓએ જણાવ્યું હતું કે સીહોક દુશ્મનની સબમરીનને શોધીને તેનો નાશ કરવામાં સક્ષમ છે. આ સોદો ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સહયોગને દર્શાવે છે. બંને દેશો હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધી રહેલી સૈન્ય ગતિવિધિઓથી ચિંતિત છે. MK-54 ટોરપિડોઝ ભારતીય નૌકાદળની મજબૂતીને વધારશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button