નેશનલ

2047માં ભારતની અર્થવ્યવસ્થા મારશે આટલી મોટી છલાંગઃ જાણો શું કહ્યું નીતિ આયોગે

ભારત 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. આ વર્ષમાં આઝાદીના 100 વર્ષની ઉજવણીની સાથે ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ વિકસી હશે. 2047માં ભારતની અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડોલર સુધીનો વિકાસ કરી ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે. નીતિ આયોગ દ્વારા ડ્રાફ્ટ વિઝીન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેને ત્રણ મહિનાની અંદર વડાપ્રધાન રજૂ કરી શકે છે. આ ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટમાં ઘણી વાતનો ઉલેખ્ખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને ડીસેમ્બર 2023 સુધીમાં તેને લોકો સામે મૂકવામાં આવશે.

નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ દ્વારા આ જાણકરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેલફેર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેક્નોલોજી અને ગવર્નન્સ સંબંધિત વિવિધ મંત્રાલયોના 10 સેક્ટરલ જૂથે છેલ્લા બે વર્ષથી આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સમય ફાળવ્યો છે. આ વિઝન ડોક્યુમેન્ટમાં જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા 30 ટ્રિલિયન ડૉલરની થઈ જશે અને માથાદીઠ આવક પણ વધીને 17,590 ડૉલર થઈ જશે, તેવો આશાવાદ તેમણે જગાવ્યો હતો. હાલમાં ભારતની જીડીપીનું કદ 3.7 ટ્રિલિયન ડોલર છે અને માથાદીઠ આવક 2450 ડોલરની આસપાસ છે.


તેમણે એમ પણ જણાવ્યું કે વિઝન ડોક્યુમેન્ટ એવા ક્ષેત્રો અને ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં ભારતને 2047 સુધી વિશ્વના નેતૃત્વ સુધી પહોંચાડી શકે અને આ ક્ષેત્રો અને ટેકનોલોજીમાં સંસ્થાકીય અને માળખાકીય સુધારાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે. Viksit Bharat@2047 વિઝન ડોક્યુમેન્ટ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button