ભારતમાં આતંકી સંગઠન ISISનું ઓપરેશન સ્થળ મળી આવ્યું, થયા મોટા ખુલાસા

નવી દિલ્હી : ભારતમાં આતંકી સંગઠન આઈએસઆઈએસની(ISIS) એન્ટ્રીનો પર્દાફાશ થયો છે. જેમાં ઝારખંડના રાંચીમાંથી આ આતંકી સંગઠનનું ઓપરેશન સ્થળ મળી આવ્યું છે. જેમાં હાલમાં દિલ્હી પોલીસે ઝડપેલા આતંકી દાનિશ આ સ્થળ પર રહેતો હતો. તેમજ તેણે આ સ્થળને આઈએસઆઈએસ માટે વિસ્ફોટક બનાવવાનું હેડ ક્વાર્ટર બનાવી રાખ્યું હતું. આ સ્થળે તે આતંકીઓની ઓનલાઈન ભરતી કરતો હતો.
આતંક ફેલાવવા માટે ઓનલાઈન ક્લાસ ઓપરેટ કરતા
આ અંગે મળતી માહિતી મુજબ ભારતના આતંક ફેલાવવા માટે ઓનલાઈન ક્લાસ ઓપરેટ કરવામાં આવતા હતા. રાંચીમાંથી મળેલું સ્થળ આતંકીઓ માટે ભરતી કેન્દ્ર બની ગયું હતું. આ રૂમમાં ભારત મોટા આતંકી હુમલો કરવા માટે વિસ્ફોટક તૈયાર કરવાનો સામાન મળી આવ્યો હતો.
આ પણ વાંચો: પાટનગરમાં મોટા હુમલાની યોજનાનો પર્દાફાશ, ISISના 5 શંકાસ્પદ આતંકી પકડાયાં
નિશાના પર ભાજપ અને આરએસએસના મોટા નેતાઓ હતા
આઈએસઆઈએસના ધરપકડ કરાયેલા આતંકીઓ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે, તેમના નિશાના પર ભાજપ અને આરએસએસના મોટા નેતાઓ હતા. આ ઉપરાંત તેમના નિશાના પર કેટલાક વીઆઈપી પણ હતા. આ સ્થળ પર દાનિશ રહેતો હતો. આતંકી દાનિશ રહેતો હતો તે સ્થળેથી વિસ્ફોટક બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. વિસ્ફોટક બનાવવા માટે પોટેશિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. વિસ્ફોટક બનાવવા માટે આતંકીઓ તેની ટ્રાયલ કરતા હતા.
સ્પેશિયલ સેલની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે દાનિશ બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતો અને પોતાના નિવાસે વિસ્ફોટક તૈયાર કરીને રાંચીની સોનરેખા નદીમાં તેની ટ્રાયલ પણ કરતો હતો. તેમજ પછી તેને નષ્ટ પણ કરી દેતો હતો.
દાનિશે બોમ્બ બનાવતા ઓનલાઈન શીખ્યો હતો. તેણે એમેઝોનથી ચપ્પુ અને કેમિકલ મંગાવ્યા હતા. પાકિસ્તાનના
એક હેન્ડલરે કેમિકલથી પેટન બોમ્બ બનાવતા શીખડાવ્યુ હતું. દાનિશે બંદુક બનાવતા પણ શીખી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહી, ISIS સાથે જોડાયેલા સાકિબ નાચન અને રવિન્દ્ર વર્માની ધરપકડ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તાજેતરમાં દરોડા પાડયા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તાજેતરમાં ઝારખંડ, તેલંગાણા, બેંગલુરુ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં દરોડા પાડીને પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ મોડ્યુલમાં અશર દાનિશ, આફતાબ કુરેશી, સુફિયાન અબુબકર ખાન, મોહમ્મદ હુઝૈફ યમન અને કામરાન કામરાન કુરેશીનો સમાવેશ થતો હતો. તેમની પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો અને રાસાયણિક બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી.